દાંતા તાલુકા રસ્તા બંધ હોવાથી પ્રજા મુશ્કેલીમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-18 11:21:13
  • Views : 734
  • Modified Date : 2020-05-18 11:21:13

દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અમુક રસ્તા ઉપર   પ્રતિબંધ મૂકવામાં  આવ્યો છે તેના કારણે લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો
પડી રહ્યો છે. જેમકે જીતપુરથી સતલાસણા  તેમજ ટુડીયાથી સતલાસણા જવા માટે  રસ્તો બંધ છે. ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઇ જવામાં ખૂબ મોટી મુશ્કેલી પડી રહી છે. આ વિસ્તારમાં રહેતા લોકોનો ૯૦% વહીવટ સતલાસણા સાથે સંકળાયેલો  છે ત્યારે લોકોને યેનકેન પ્રકારે  સતલાસણા જવું જ પડે છે અને આવા સંજોગોમાં કોઈ પ્રાઈવેટ વાહનો વાળા આવતા નથી. અને તેઓ જો આવે તો તે લોકો ડબલથી બે ગણું વધારે ભાડુ વસુલ કરે છે. ત્યારે  પ્રશાસનને એક અપીલ કરવામાં આવે છે કે તત્કાલ આ રસ્તાઓ ચાલુ  કરવામાં આવે. એક તો લોકો જોડે પૈસા નથી અને આ વળી બીજી મુસીબત ઊભી થઈ છે. ત્યારે જો કોઈ પણ વ્યક્તિને હોસ્પિટલ ખસેડવામાં મુશ્કેલી
પડશે  કોઈ વ્યક્તિ સાથે અજુગતો બનાવ બનશે તો પ્રશાસન જવાબદાર ઠેરવવામાં આવશે.

Download Our B K News Today App



Related News