ડીસા તાલુકાના લુણપુર ગામે સોલંકી પરિવાર દ્વારા આઠ ગામનો પરંપરાગત સન્માન સમારોહ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-09 12:46:08
  • Views : 311
  • Modified Date : 2021-11-09 12:46:08

દર વર્ષની જેમ આ વર્ષે પણ નવા વર્ષની શરૂઆત થતાની સાથે જ ડીસા તાલુકાના લુણપુર ગામે પરંપરાગત ચાલી આવતો આઠ ગામ નો સન્માન સમારોહ યોજાયો હતો હિન્દુ ધર્મમાં નવા વર્ષની શરૂઆત થતાની સાથે જ દરેક સમાજના લોકો પોતાના સ્નેહીજનોને મળવા તેમજ નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા હોય છે ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી ડીસા તાલુકાના લુણપુર ગામે આઠમનો પરંપરાગત સ્નેહમિલન કાર્યક્રમ યોજાતો હોય છે લુણપુર ગામે રહેતા સોલંકી પરિવાર દ્વારા દર વર્ષે નવા વર્ષની શરૂઆત થતાની સાથે જ લુણપુર ગામ તેમજ આજુબાજુના અન્ય ૮ ગામોને બોલાવી ને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં 8 ગામના લોકો આ સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.વર્ષની શરૂવાત લોકોના જીવનમાં ફળદાયી સુખમય નીવડે તેવા આશયથી લુણપુર ગામે વર્ષોથી ગ્રામજનો દ્વારા આ સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવે છે. ત્યારે આજે યોજાયેલા આ સ્નેહમિલન કાર્યક્રમમાં ગામના વડીલો યુવાનો તેમજ મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.

Download Our B K News Today App



Related News