મૂડેઠા ગામનો પ્રજ્ઞા ચક્ષુ યુવક પોતાની કારીગરીથી ચલાવી રહ્યો છે પોતાના પરિવારનું ગુજરાન : જુઓ અમારો વિશેષ અહેવાલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-09 12:34:22
  • Views : 862
  • Modified Date : 2021-11-09 12:34:22

બનાસકાંઠા ના મૂડેઠા ગામના જોષિપુરા માં ખેડૂત એવા જોષી પરિવાર માં જન્મેલા દશરથ ભાઈ જોશીની આજ થી 35 વર્ષ અગાઉ મુદેઠા ગામે રહેતા જોશી પરિવાર માં પુત્ર રત્નનો જન્મ થતાં પરિવાર માં ખુશી છવાઈ હતી જોકે જન્મ થયેલ પુત્રની આંખોમાં થોડી તકલીફ હોવાનું પરિવાર ને જાણવા મળતા થોડી નિરાશા છવાઈ હતી પરંતુ પરિવારે આં માટે આંખો ની સારવાર પણ કરાવી હતી. જેમાં તે વખતે દશરથ ભાઈ ને માત્ર દસ ટકા જેટલું  દેખાઈ શકતું હતું જોકે સમય જતાં તેઓ સ્કુલ માં અભ્યાસ માટે ગયા ભણવામાં પણ ખૂબ હોશિયાર હતા પરંતુ આંખો માં રોશની ના હોવાના કારણે માત્ર 7 ધોરણ સુધી અભ્યાસ કરી શક્યા જેમ જેમ દશરથ ભાઈની ઉંમર વધતી ગઈ તેમના લગ્ન થયા જેમાં હાલ તેમના પરિવાર માં ત્રણ બાળકો પણ છે. પરંતુ સમય જતાં તેમણે દેખાવાનું  બંધ થઈ ગયું તેમજ છેલ્લા ત્રણ ચાર વર્ષ થી બિલકુલ દેખાવાનું બંધ થઈ ગયું સો ટકા દેખાવાનું બંધ થઈ જતાં એક સુરદાસ જેવી પરિતિથી સર્જાઈ ત્યારે પરિવાર જનો માં ભારે દુઃખ ની લાગણી છવાઈ પરંતુ દસરથ ભાઈ હાર માની અને પોતાના માતા પિતા સહિત પોતાના પરિવાર ને હિંમત આપી તેમજ તેમના બાળકો તેમજ પત્ની સાથે ના પરિવાર ની રોજી રોટી મેળવવા એક નવો રસ્તો અપનાવ્યો બચપણ માં દસરથ ભાઈ ને ગાવા નો તેમજ ખાટલા ભરવાનો શોખ હતો ત્યારે તેમને ગાયક તરીકે થોડી મહેનત કરી પણ કિસ્મતે સાથના આપ્યો ત્યારે ઘર ની જવાબદારી માથે હતી પરિવારનું ભરસ પોષણ માટે તેમને તેમના નાના ભાઈ જોડે યું ટ્યુબ માં ઓનલાઈન ખાટલા ભરવાની પધ્ધતિ જાણી અને મોબાઈલ માં માત્ર અવાજ સાંભળી ખાટલા ભરવાની શરૂઆત કરી જેમાં તેમને સફળતા મળી અને આજે તેઓ રંગ બેરંગી ખાટલા ભરી રહ્યા છે ખાટલા માં નામ લખવું અલગ અલગ ડીઝાઇન બનાવવા ની કળા જોઈ અનેક ખાટલા હાલ લોકો ખરીદી રહ્યા છે.કોઈનો પણ બોજ બન્યા વગર આજ દસરથ ભાઈ આત્મ નિર્ભય બન્યા છે

 

આત્મ નિર્ભર બનવાની વાતો વચ્ચે એક પ્રજ્ઞા ચક્ષુ યુવક પોતે આત્મ નિર્ભય બની લોકો માટે પ્રેરણા રૂપ બન્યો છે. દસરથ ભાઈને તેમના માતા પિતા પત્ની સહિત ભાઈઓ નો ખુબ સહકાર મળ્યો છે.તેમના પરિવાર જનો તેમની પડખે રહીને તેમની મદદ કરી રહ્યા છે. દસરથ ભાઈ યોગા તેમજ ધ્યાન નિયમિત કરે છે સાથે સાથે પોતાના ખેતરમાં પશું પાલન માટે પરિવાર ના સહયોગ થી મદદ પણ કરી રહ્યા દસરથ ભાઈ ના નાના ભાઈ કનુભાઈ જણાવ્યું હતું કે દસરથ ભાઈ ને આંખોની તકલીફ થતા અને ચિંતામાં મુકાયા હતા પરંતુ દસરાથ ભાઈ એમને હિંમત આપી અને આં મુશ્કેલી માં હું જાતે આત્મ નિર્ભય બની જીવન ગુજારીશ ની વાત કરી પોતાની મહેનત થઈ આજ તેઓ ખાટલા ભરવાની કામ કરી રહ્યા છે જેનાથી અમારા પરિવાર માં પણ ખૂબ ખુશી છે.

 

દસરથ ભાઈ આમતો જન્મ થી એસી થી નેવું ટકા અંધ હતા થોડીક રોશની થી તેઓ દેખી સકતા હતા પરંતુ છેલ્લા પાંચ વર્ષ થી તેમને દેખાવાનું બિલકુલ બંધ થઈ ગયું તેમના પિતા ધૂડા ભાઈ જણાવ્યું  કે મારા ઘરના મોભી દીકરાને આંખોની તકલીફ આવતા હું નિરાશ થઈ ગયો હતો પરંતુ મારા દીકરા મને હિંમત આપી જે હિંમત થકી અમે તેને મદદ કરી આજે તે ખાટલા ભરી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવી રહ્યો છે તેની અમને ખુશી છે

 

આંખો ની રોશની વગર પણ જીવન વ્યતીત કરતા અને આત્મ નિર્ભય બની પોતાના પરિવાર નું ગુજરાન ચલાવતા દસરથ ભાઈ ને ગાવાનો પણ ખૂબ મોટો શોખ છે કુદરતે તેમને સરો અવાજ આપ્યો છે પરંતુ હજુ સુધી કોઈ સારું પ્લેટફોર્મ તેમને મળ્યું નથી તેમની એક અપીલ પણ છે કે ગાવા માટે તેમને કોઈ સંસ્થા કે લોકો મદદ કરે તો તેઓ તેમનું સપનું સાકાર કરી શકે તેમ છે.

 

Download Our B K News Today App



Related News