ડીસાથી કેનેડા સુધીની પ્રગતિ પટેલની સફળ કહાની

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-08 11:48:05
  • Views : 4379
  • Modified Date : 2020-03-09 13:48:11

(કવન જયસ્વાલ, ડીસા)
નાનપણથી જ ઉંચા
સપનાઓ સાથે રહી અને ભારતનું નામ રોશન કરવાની મનમાં ભાવના રાખતી પ્રગતિ પટેલે આજે કેનેડામાં રહી ભારત અને પટેલ સમાજનું નામ રોશન કર્યુ છે. ત્યારે તેની ડીસાથી મનમાં આવેલી આ ભાવના કેનેડા સુધી કઈ રીતે લઈ ગઈ તે જુઓ અમારા આ બી.કે ન્યૂઝ દૈનિકના વિશેષ અહેવાલમાં
ભારત દેશ આજે ટેકનોલોજી તરફ વધી રહ્યો છે. મોટાભાગના લોકો સરકારી નોકરી મેળવવા માટે  દોડધામ કરી રહ્યા છે. દિવસ રાત મહેનત કરી અને લોકો સરકારી નોકરી માટે મહેનત કરી રહ્યા છે છતાં તેઓને નોકરી મળતી નથી. ત્યારે આવા લોકો માટે ગુજરાતની દીકરી પ્રેરણારૂપ સાબિત થઈ રહી છે. આજે ભારત દેશમાં મોટા ભાગના લોકો દીકરાઓને અભ્યાસ કરવા માટે સૌથી વધુ પ્રોત્સાહન આપતા નથી. ભારત દેશમાં રહેતી અનેક દીકરીઓમાં સારૂ એવું ટેલેન્ટ હોવા છતાં તેઓને આગળ સુધી પહોંચવા માટે યોગ્ય માર્ગદર્શન મળતું નથી. ક્યારેક ઘરની
પરિસ્થિતિ સારી ન હોવાના કારણે પણ દીકરીઓના
સપના અધૂરા રહી જતા હોય છે. ભારત દેશમાં મોટાભાગના શહેરોમાં દીકરીઓને અભ્યાસ પણ કરવા દેવામાં આવતો નથી જેના કારણે દીકરીઓના મનમાં જોયેલા સપના અધૂરા રહી જતા હોય છે. આજે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા દીકરીઓ અભ્યાસ કરી કંઈક આગળ વધે તે માટે મોટા મોટા કાર્યક્રમો કરવામાં આવે છે છતાં આજે પણ એવા અનેક ગામો છે કે જ્યાં દીકરીઓને ભણતર આપવાની મનાઈ છે.ત્યારે આ તમામ લોકો માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહી છે ડીસાની રહેવાસી અને કેનેડામાં રહી અધિકારી બનેલી પ્રગતિ પટેલ.
પ્રગતિ પટેલ ડીસામાં રહી અને મોટી થઈ હતી નાનપણથી જ પોતાના મનમાં કંઈક બની અને માતા પિતાનું નામ રોશન કરવાની ભાવના રાખતી હતી. આકાશમાં ઉડતા વિમાનને જોઈ અને નાનપણમાં જ એરફોર્સના
પાયલોટ બનવાની ઈચ્છા ધરાવતી હતી. જે સપનું પ્રગતિ પટેલે આજે કેનેડામાં રહી સફળતાની ઉડાન ભરીને સાચું કરી બતાવ્યું છે. પ્રગતિ સંગીત અને સ્પોટ્‌ર્સ કારનો ખુબ જ રસ ધરાવે છે. તેમણે સ્પોટ્‌ર્સ કાર દ્વારા કેનેડા અને યુ.એસ.ની સફર પણ કરી છે. અને આવનાર સમયમાં ઓસ્ટ્રેલિયાની સફર પણ કાર દ્વારા ફરીને પૂર્ણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ગુજરાતનું ગૌરવ  એવા પ્રગતિ પટેલે કેનેડામાં દીકરીઓનું નામ રોશન કર્યુ છે. પ્રગતિ એન્વાયરમેન્ટલ એન્ડ પબ્લિક હેલ્થ ઓફિસરની ફરજ બજાવે છે. સાથે સાથે એ રેડોન, એન્વાયર મેન્ટલ કોન્ટામીનેશન અને કલાઇમેટ ચેન્જ પ્રોજેક્ટ કોર્ડિનેટર પણ છે.  પ્રગતિ એમની સફળતાનો શ્રેય એમના માતા પિતાના સહકારને આપે છે.
ભારતીય મૂળના પ્રગતિ
પટેલ કેનેડામાં રહી હાલ હેલ્થ ઓફિસર બન્યા છે. ૧૧ વર્ષથી કેનેડા ખાતે માતા
પિતા વગર રહે છે. આજે દેશમાં ભાગ્ય જ એવી કોઈ દીકરી હશે કે જે માતા
પિતાથી દૂર રહી દેશ તેમજ
પોતાના પરિવારનું નામ રોશન કરતી હોય.આ સ્થાને
પહોંચ્યાનો તમામ શ્રેય પ્રગતિ પટેલ તેમના માતા પિતાને આપી રહ્યા છે. પ્રગતિ પટેલના માતા પિતા હાલ ડીસા ખાતે રહે છે તેમના પરિવારમાં તેમના એક ભાઈ પણ છે પરંતુ ક્યારેય તેમના માતા પિતાએ દીકરા દીકરી વચ્ચે ભેદ રાખ્યો નથી. જેનું આજે પરિણામ પ્રગતિ પટેલે દુનિયાને સાબિત કરી બતાવ્યું છે. પ્રગતિના
પિતાને પોતાની દીકરી કેનેડામાં ઓફિસર બની છે તે અંગે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે મારી દીકરી આજે કેનેડામાં હેલ્થ ઓફિસર બની છે એ ગૌરવની વાત છે. આજે પ્રગતિ જે સ્થાને પહોંચી છે તેને જોઈ આજની દીકરીઓ પ્રોત્સાહિત થાય તે માટે
ઉદાહરણરૂપ બની છે. પોતાના દીકરાને જેટલું શિક્ષણ માટે પ્રોત્સાહન આપ્યું છે એટલું જ પ્રોત્સાહન તેમના માતા પિતાએ પોતાની દીકરી પ્રગતિ પટેલને આપ્યું છે જેના કારણે આજે દીકરી ભણાવો દીકરી વધાવો સુત્ર સાચા અર્થમાં સાબિત થઈ રહ્યું છે. શરૂઆતમાં પ્રગતિને અભ્યાસ માટે મોકલવામાં આવી ત્યારે માતા પિતાને ખુબ સંઘર્ષ કરવો પડ્‌યો હતો પરંતુ સમય ગયા પછી પ્રગતિ
પટેલને સારી જોબ મળતા આજે પરિવારમાં ખુશી જોવા મળી રહી છે.
ભારત દેશનું નામ કેનેડા સુધી ગુંજતું કરનારી દીકરી પ્રગતિ પટેલની આ સફળ કહાનીથી અન્ય દીકરીઓ
પણ પ્રેરણા લે તો પ્રગતિ
પટેલની જેમ અન્ય દીકરીઓના દબાયેલા સપના પુરા થઈ શકે તેમ છે. સંઘર્ષ  જ જીવનમાં આગળ વધવાની ચાવી છે તેને સાચા અર્થમાં સાબિત કરી બતાવી છે પ્રગતિ પટેલે

Download Our B K News Today App



Related News