દાંતાના ગંછેરા ગામમાં સ્વયંભૂ પ્રગટ થયેલ બે શિવલીંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-27 11:52:12
  • Views : 372
  • Modified Date : 2020-08-27 11:52:12

દાંતાથી સાત કિલોમીટર દૂર ગંછેરા ગામ આવેલું  છે. આ ગંછેરા ગામ ખાતે  જય વિજયેશ્વર મહાદેવ બિરાજમાન છે.  પાંચ હજાર વર્ષ પહેલા
પાંડવ કાળ દરમિયાન આ બે શિવલિંગો સ્વયંભૂ મળી આવ્યા હતા. જેની પાછળ એક દંતકથા રહેલી છે.
ગામમાં વસતા લોકો દ્વારા જાણવા મળ્યું હતું કે આ બે શિવલિંગ જ્યારે પાંડવો વનવાસ કરતા હતા તે દરમિયાન અહીં તેમને આ બે સ્વયંભૂ શિવલિંગ મળી આવ્યા હતા. જેની પાછળની દંતકથા એવી છે કે પાંડવો શિવલિંગની પૂજા કર્યા સિવાય જળપાન
અર્પણ કરતા ન હતા. ત્યારે વન માસ દરમિયાન પાંડવો આ ગંછેરા ગામ ખાતે વાસ કર્યો હતો. તે સમયે માતા કુંતા દેવીએ જળપાન લેવાનો સમય થતા ભીમને શિવલિંગ શોધવા માટે કહેલું હતું. પરંતુ ભીમને વધુ ભૂખ લાગી હોવાના કારણે ભીમે માટીની બે પેડી રાખીને માતા કુંતાને કહ્યું કે આજે એક નહીં પરંતુ બે શિવલિંગ મળી આવ્યા છે. ત્યારબાદ પાંડવોએ આ માટીની પેડીની પૂજા કરી અને જળ પણ લીધા બાદ ભીમે આ વાતનો ખુલાસો કર્યો કે માતા આ તો માત્ર માટીની બે પડી જતી શિવલિંગ નહતું.
પરંતુ મને ભૂખ લાગતાં મેં તમને જૂઠ કહ્યું  કે ત્યાં શિવલિંગ છે. આ વાત સાંભળતા જ માતા કુંતી અને પાંડવોએ જે માટીની પેડીની પૂજા કરી હતી ત્યાં
પહોંચ્યા અને ત્યાં પહોંચીને જ્યારે ભીમે એ માટીની પેડી હટાવી તો નીચે સ્વયંભૂ બે શિવલિંગ મળી આવ્યા હતા. ત્યારબાદ ધીમે ધીમે સમય જતા રાજા રજવાડાઓનો વાસવાટ થયો. ત્યારે આ વાતની દાંતાના રાજાને જાણ થતા તેમણે આ ચમત્કારી શિવલિંગ તેમના મહેલમાં લાવવાનો ર્નિણય કર્યો અને તેમણે તેમના સેવકોને શિવલિંગ લાવવાનો આદેશ કર્યો. જ્યારે સેવકો દ્વારા આ શિવલિંગનું ખોદકામ કરવામાં આવ્યું તો તે શિવલિંગ જમીનમાં બહુ ઊંડે સુધી મળી આવ્યું. જેમ ખાડો ખોદતા ગયા તેમ તેમ નીચે ઊંડાણ સુધી શિવલિંગ નીકળતું ગયું. ત્યારબાદ બ્રાહ્મણોએ દાંતાના રાજાને સમજાવ્યા કે આ શિવલિંગ ખોદવાની હઠ મૂકીને આ શિવલિંગ જે પરિસ્થિતિમાં છે તે પરિસ્થિતિમાં રાખો. ત્યારબાદ રાજાએ આ શિવલિંગને ફરીથી પુરાણ કરીને તેનો જીર્ણોધ્ધાર કરાવ્યો. આજે પણ આ ગંછેરા ગામ ખાતે
પાંડવોએ જે ગુફામાં વસવાટ કર્યો હતો અને જ્યાં બેસીને ફળાહાર લેતા હતા તે પૌરાણિક ગુફા પણ આવેલી છે. જ્યાં આસપાસથી લોકો આ ચમત્કારી શિવલિંગ અને પવિત્ર જગ્યાના દર્શન માટે આવતા હોય છે.

Download Our B K News Today App



Related News