ડીસામાં નવું નિર્માણ પામી રહેલ સેલટર હોમની પ્રાદેશિક કમિશ્નરે લીધી મુલાકાત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-25 12:16:16
  • Views : 699
  • Modified Date : 2020-10-25 12:16:16

ડીસા નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સેલટર હોમ બનાવવામાં આવી રહ્યું છે. જેની પ્રાદેશિક કમિશનર અમિતભાઈ યાદવ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. જેમાં હાલમાં કયા પ્રકારની કામગીરી ચાલુ છે અને આ બિલ્ડીંગનું કામ ક્યારે પૂર્ણ થશે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે શહેરના વિકાસ માટે શહેરમાં સ્થાપના કરવામાં આવેલી નગરપાલિકાને કરોડો રૂપિયાની ગ્રાન્ટો આપવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે ડીસા શહેરનો વિકાસ થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ શહેરના વિકાસ માટે ફાળવવામાં આવી હતી. જે અંતર્ગત ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં સારો એવો વિકાસ થાય તે માટે શહેરમાં નવા રોડ, ગટરની સુવિધા, નવું સ્મશાન, નવો બગીચો, વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તે માટે સાયન્સ કોલેજ બનાવવામાં આવી રહી છે. જ્યારથી ડીસા નગરપાલિકામાં ભાજપ સાશિત નગરપાલિકાનું શાસન આવ્યું છે ત્યારે ડીસા શહેરનો વિકાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચોરીઓના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જે ચોરીઓના બનાવ અટકાવવા માટે ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં તમામ જગ્યા ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. જેના કારણે ચોરીની ઘટનાઓ પણ સતત અટકી રહી છે.
આમ ડીસા નગરપાલિકા દ્વારા સતત શહેરના વિકાસ માટે કામો કરવામાં આવી રહ્યા છે. ડીસા ખાતે બની રહેલ સેલટર હોમ એ ૧૪૨ બેડનું છે. જેમાં ડીસા શહેરના વસતા નિરાધાર લોકોને રહેવા, જમવા માટેની તમામ સુવિધાઓ આપવામાં આવશે. જેથી આવનાર સમયમાં આ સેલટર હોમ નિરાધાર લોકો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ શકે તેમ છે.

Download Our B K News Today App



Related News