ડીસા રોટરી કલબ દ્વારા ગૃહ ઉદ્યોગ પ્રદર્શન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-19 11:29:02
  • Views : 414
  • Modified Date : 2019-09-19 11:29:02

બનાસકાંઠા ડીસા શહેરમાં રોટરી ક્લબ  દ્વારા એક નવતર પ્રયોગ ડીસા હાટ-ર૦૧૯ કરવામાં આવ્યો હતો. જેમાં તા. ૧૭ એ ૧૮ સપ્ટેમ્બરના રોજ કુટીર ઉધોગ દ્વારા બનાવતી ચીજ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવાનું આયોજન થયું. આ કુટીર અને ગૃહ ઉધોગમાં મહિલાઓને ઉપયોગી અલગ અલગ વસ્તુઓ જેવી કે હેન્ડવર્ક પર્સ, જ્વેલરી, અથાણા, ચોકલેટ અને ખાખરા જેવી અનેક ચીજવસ્તુઓનું પ્રદર્શન તેમજ વેચાણ કર્યુ. આ પ્રદર્શનમાં લગભગ ૪૦૦૦ નગરજનોએ મુલાકાત લીધી.
આ નવતર પ્રયોગને સફળ બનાવવા રોટરી ક્લબના પ્રમુખ ર્ડા.ઝાલમોરા, મંત્રી અરૂણભાઈ ગર્ગ અને ફીમેલ મેમ્બરોએ ખૂબ જ જહેમત ઉઠાવી જેમાં પ્રો.કો ઓડીનેટર ઓન. રોટે.ર્ડા.વર્ષાબેન શાહ હતા.  પ્રો.ચેરમેન રોટે.નીતાબેન વારડે, રોટે.ર્ડા.મોનાબેન ગાંધી, હાર્દિકાબેન સહાયતા, રોટે.ર્ડા.ગુર્જરી ગાંધી હતા. સાથે સાથે સર્વે રોટેરીયન મિત્રોએ ખૂબ જ જહેમત ઉઠાવી.
આ દિવસે જરૂરીયાતવાળા એક વિદ્યાર્થીને સ્કૂલમાં જવા આવવા માટે એક બાઈસીકલ પણ એક રોટેરીયન બહેનના સહકારથી આપવામાં આવી. આ વિદ્યાર્થી ધો.૯ માં અભ્યાસ કરે છે અને પ્રથમ નંબરે આવે છે.

Download Our B K News Today App



Related News