જાખેલના તળાવમાં ખોદકામ કરતા પ્રાચીન મૂર્તિઓ મળી આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-19 11:24:02
  • Views : 507
  • Modified Date : 2019-07-19 11:24:02

૨૬મી જાન્યુ.૨૦૦૧ના ભયાનક ભૂકંપને આજની પેઢી યાદ કરીને કુદરતી પ્રકોપ કેટલો ખોફનાક હોય તે અનુભવ્યું હતું. પરંતુ આ પહેલાં કુદરતી માનવીય આક્રમણો સામે ધન સંપતિ-મૂર્તિઓ - નગર-ના નગર ભૂમિગ્રસ્ત બનેલ. કાંકરેજ તાલુકામાં કાકર-તેરવાડા સહિત સમગ્ર પટ્ટામાં ભૂતકાળમાં ભૂમિગત ઉઘલ પાથલ થઈ હોયને જેમાં આખેઆખા મહાનગરો ભૂમિમાં ગટકાવ થઈ ગયેલા જેના અવશેષો આજે વર્ષો બાદ ખોદકામ દરમ્યાન મળી આવેલ છે. કાંકરેજ તાલુકાના જાખેલ ગામે પણ તળાવ નજીક નાળાની કામગીરીમાં જીસીબીના દાંતામાં પથ્થર જેવું આવતા જીસીબી અટક્યું હતુ ને તપાસ કરતાં આરસની મૂર્તિ જેવું જણાયું હતુ. વધુ ખોદકામ કરતા ભગવાન વિષ્ણુ-ગણેશજી સહિત સાત કે જેટલી પ્રાચીન મૂર્તિઓ મળી આવી હતી. આ વાત ગામને તેમજ આજુ બાજુમાં ફેલાતા લોકોના ટોળેટોળા આ પ્રાચીન મૂર્તિઓ જાવા ઉમટ્યા હતા. જાખેલ સરપંચે કાંકરેજ મામલતદારને જાણ કરતા
કાંકરેજ મામલતદાર મંજુલાબેન રાજપૂતે સ્થળની મુલાકાત લઈ મૂર્તિઓ અંગે પુરાતત્વ
વિભાગને જાણ કરવાનું જણાવ્યું હતુ. અહી વધુ ખોદકામ કરાય તો મંદિર કે અન્ય પ્રાચીન ચીજ વસ્તુઓ મળે તેવી લોકોની માન્યતા છે. ગામની ચર્ચા મુજબ જાખેલ ગામતળમાં ઘણીવાર પ્રાચીન સિક્કા કે અન્ય વસ્તુઓ મળે છે. કાંકરેજ તાલુકાના કાકર અને તેરવાડા જેવા ગામના તળમાં મોટા નગરો ધરખાયેલા છે, જેના અવશેષો આજે મળી આવે છે. કંકાવટી-રૂપાવટી નગરી આ પંથકમાં હતી તેવું પણ લોકોનું માનવું છે.

Download Our B K News Today App



Related News