ડીસા તાલુકાના રામસણમાં હોળી ન પ્રગટાવવાની ૨૦૭ વર્ષ જૂની પ્રાચીન માન્યતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-08 11:57:43
  • Views : 360
  • Modified Date : 2020-03-08 11:57:43

સમગ્ર દેશમાં ફાગણ સુદ
પૂનમે હોળી ઉજવાય છે. હોળીના દિવસે લોકો હોળી પ્રગટાવી ઉલ્લાસ સાથે હોળીના પર્વની  ઉજવણી કરતા હોય છે. ત્યારે ડીસા તાલુકાના રામસણ ગામમાં  વર્ષોથી લોકો હોળીનો પર્વ ઉજવતા નથી. આજથી ૨૦૭ વર્ષ પહેલાં ગામમાં અનેક જગ્યાઓએ હોળી પ્રગટાવવામાં આવતી હતી. પરંતુ હોળી પ્રગટાવતા ગામમાં ભયંકર આગ લાગી હતી. આગમાં અનેક ઘરો બળીને રાખ થઇ ગયા હતા. તે પછી ફરી બે વાર હોળી મનાવવામાં આવી હતી ત્યારે ફરીથી  ગામમાં મોટી આગ લાગી હતી આમ જ્યારે જયારે ગ્રામજનોએ આ ગામમાં હોળી પ્રગટાવવામાં આવી છે ત્યારે ગામમાં ભીષણ આગ લાગવાની દુર્ઘટના સર્જાઇ છે. ત્રણ ત્રણ વખત હોળીકાદહન કરવાથી ગામમાં ભયંકર આગ લાગી હોવાથી ગ્રામજનો છેલ્લાં ૨૦૭ વર્ષથી હોળી દહન કરતા નથી. અસત્ય પર સત્યનો વિજયના પ્રતિક સમાન હોળીના આ પર્વમાં હોળીકાદહનું વિશેષ મહત્વ છે. રાજા હિરણ્યકશિપુ
પોતાની બહેન હોળીકાને અમર ચુંદડી ઓઢાડી પ્રહલાદ સાથે આગમાં બેસાડી પ્રહલાદની હત્યા કરવાનો કારસો ઘડયો હતો. આગમાં  બેસતાની સાથે જ હોળીકાની અમર ચુંદડી પ્રહલાદ પર આવી ગઇ. આમ પ્રહલાદ આગથી બચી ગયો અને તેની જગ્યાએ હોળીકાનું દહન થઇ ગયું. અસત્ય પર સત્યની જીત થતા આ દિવસને હોળીકાદહનના પર્વ તરીકે ભારતભરમાં ઉજવવામાં આવે છે. જોકે રામસણ ગામમાં સુરક્ષાના કારણે લોકો હોળી પ્રગટાવતા જ નથી. ગ્રામજનો, વડીલો આ નિર્ણયને બિરદાવે
પણ છે.
 રામસણ ગામની દંત કથાની વાત કરીયે તો રાજા  રજવાડા ઓના સમયમાં આ ગામમાં હોળીના દિવસે ૠષિમુનિનુ રાજા દ્વારા અપમાન કરવામાં આવતા ૠષિમુનિએ શ્રાપ આપેલ કે જ્યારે જયારે આ ગામમાં હોળીનો તહેવાર મનાવવામાં આવશે ત્યારે ત્યારે હોળીકાની આગ ગામને જપેટમાં લઇ લેશે.
આ શ્રાપ બાદ ત્રણેક  વખત ગામમાં હોળી પ્રગટાવતી વખતે ભયંકર આગ લાગતા ગામના તમામ લોકો ત્યારથી આજ દીન સુઘી હોળી  મનાવતા નથી. હોળીના દિવસે ગામમાં લોકો ખજૂર અને પતાસા વેહીચીને અનોખી ઉજવણી કરે છે. આજના યુગમાં જ્યા હોળીના ઉલ્લાસમાં લોકો પોતાની સુરક્ષાનુ પણ ભાન નથી રાખતા ત્યાં ડીસા તાલુકાના રામસણ ગામમાં લોકો સુરક્ષાના કારણથી ગામમાં  હોળી પ્રગટાવતા નથી.

Download Our B K News Today App



Related News