ડીસામાં ભાજપે ચૂંટણી પ્રચારના કર્યા શ્રીગણેશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-20 12:04:55
  • Views : 466
  • Modified Date : 2021-02-20 12:04:55

આગામી ૨૮ ફેબ્રુઆરીના રોજ ડીસા નગરપાલિકાની ચૂંટણીઓ યોજાનાર છે તેને લઇ ભાજપે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો. જેમાં શુક્રવારે ડીસાના વોર્ડ નંબર-૧માં ભાજપના સભ્યોએ કાર્યાલયનું ઉદ્‌ઘાટન કરી ચૂંટણી પ્રચાર કરવાની શરૂઆત કરી હતી.
ડીસામાં દર પાંચ વર્ષે યોજાતી ચૂંટણી આ વર્ષે ભારે જંગ વચ્ચે યોજાઈ રહી છે. દર વર્ષે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નગરપાલિકાની ચૂંટણીમાં સીધો જંગ જામ્યો હતો. પરંતુ આ વખતે યોજાનારી નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ ચંપલ આવી છે. જેના કારણે આ વર્ષે ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે તો નવાઈ નહીં. ત્યારે વોર્ડ ૧ માં પણ  ભાજપની પેનલના ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરાયો હતો. ત્રણ હનુમાન મંદિર સામે શરૂ કરાયેલા ચૂંટણી કાર્યાલયને ધારાસભ્ય શશીકાંત પંડ્યાના હસ્તે ખુલ્લું મુકાયું હતું.
આ પ્રસંગે  કૈલાસભાઈ ગેલોત સહિત અન્ય અગ્રણીઓએ ઉપસ્થિત રહી ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા આહવાન કર્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણે પણ વોર્ડ ૧ ના ચૂંટણી કાર્યાલયની મુલાકાત લઈ ચારેય ઉમેદવારોને શુભકામનાઓ પાઠવી હતી. આ વખતે ભાજપે વોર્ડ નંબર એકમાંથી હાર્દિક રમેશભાઈ જાેશી, ચંદ્રિકાબેન રાણા, બબાજી વાઘેલા તેમજ નગરના ખૂબ પ્રતિષ્ઠિત સાંખલા
પરિવારના કિશોરભાઈ સાંખલાની યુવા દીકરી મૌસમ સાંખલાને મેદાનમાં ઉતારી જંગ પૂર્વે જ પોતાની સ્થિતિ મજબૂત બનાવી દીધી છે અને આ ચારેય ઉમેદવારોને ભારે આવકાર પણ મળી રહ્યો છે.  

ભાજપે જેમને મોટા કર્યા તેવા લોકો ભાજપને હરાવવાનો બાલીશ પ્રયાશ ના કરે ઃ શશીકાંત પંડયા (ડીસા ધારાસભ્ય)
ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. ૧ ના ભાજપ ઉમેદવારોના કાર્યાલયના ઉદ્દઘાટનમાં ભાજપના આગેવાનો અને હોદ્દેદારો તેમજ સમર્થકોની ભારે ભીડ જાેેવા મળી હતી. આ પ્રસંગે ડીસા ધારાસભ્યશ્રીએ પોતાના વ્યક્તવ્યમાં ભાજપની સરકાર વિકાસ માટે હંમેશા તત્પર રહેલી છે. અને તેમણે સાથે સાથે ઈશારો કરતાં જણાવ્યું કે ભાજપે જે કાર્યકરોને મોટા કર્યા છે તેવા કાર્યકરો જ્યારે ભાજપને હરાવવા નીકળે ત્યારે પ્રજા તેવા લોકોને જાકારો આપે છે. અને તેમને મોઢે કશુ નથી કહેતા પરંતુ તેવા લોકોની પાછળથી ભારે ખરાબ ચર્ચાઓ જાેવા મળે છે. સાથે સાથે તેમણે કહ્યું કે ભાજપ નાનામાં નાના કાર્યકરોને યોગ્ય સ્થાન આપે છે અને ભાજપમાં પાર્ટી સર્વોપરી છે, પાર્ટી વગર મોટામાં મોટો કાર્યકર કે હોદ્દેદાર શૂન્ય થઈ જાય છે.

Download Our B K News Today App



Related News