આજે ભાજપાના ઉમેદવાર પરબતભાઇ પટેલ ડીસા વિધાનસભાનો લોકસંપર્ક કરશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-11 05:34:24
  • Views : 460
  • Modified Date : 2019-04-11 05:34:24

લોકસભા ચૂંટણીનું પ્રચાર કાર્ય ચરમસીમાએ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા લોકસભા બેઠકના લોકપ્રિય ઉમેદવાર પરબતભાઇ પટેલ ડીસા વિધાનસભા બેઠકના મુખ્ય ગામોનો લોકસંપર્ક કરીને પ્રજાને મળશે.
પટેલ આજે સવારે ૯ઃ૦૦ વાગે ફાગુન્દ્રા (હનુમાન મંદિર પાસે), ૧૦ઃ૦૦ ઝેરડા, ૧૧ઃ૦૦ વાગે કંસારી (ગોવર્ધન કોલ્ડ સ્ટોરેજ), ૧ઃ૦૦ જોરાપુરા (રાહી કોલ્ડ સ્ટોરેજ), ૨ઃ૦૦ વાગે લોરવાડા, ૩ઃ૦૦ વાગે કાંટ (એન. પી. કોલ્ડ સ્ટોરેજ), ૪ઃ૦૦ વાગે જુના ડીસા
પાંજળાપોળ, ૭ઃ૦૦ વાગે ડીસા (લેખરાજ ચાર રસ્તા) અને ૮ઃ૦૦ વાગે ડીસા અંબિકા ચોક ખાતે સભાઓને સંબોધશે તેવું જિલ્લા મીડીયા સેલની યાદીમાં જણાવાયું છે.  
 

Download Our B K News Today App



Related News