કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ઠપ્પ:

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-19 19:22:55
  • Views : 116
  • Modified Date : 2023-06-19 19:22:55

બોપોરજોય વાવાઝોડાના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં નાના મોટું નુકસાન થયું છે. આ વાવાઝોડાએ કચ્છમાં લેન્ડફોલ કર્યું હતું જેના કારણે તેની અસર કચ્છમાં વધુ વર્તાઈ છે. જ્યાં અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા તો પતરા ઉડ્યા હતા તેમજ અનેક વીજપોલ ધરાશાયી થયા છે.   કચ્છમાં બિપરજોય વાવાઝોડાની વિનાશક અસર વર્તાઈ છે. જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે તેમજ મુન્દ્રા સહિતના વાડી વિસ્તારોમાં વીજ પોલ ધરાશાયી થયા છે. જેના કારણે વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. પાપ્ત વિગતો મુજબ હજુ અંદાજિત 10 દિવસ લાઈટ ન આવવાની શક્યતાઓ પણ વર્તાઈ રહી છે. એક તરફ વાવાઝોડાએ ખેતી પાકમાં મોટા પાયે નુકસાન વર્યું છે તો બીજી તરફ વીજપોલ ધરાશાયી થવાના કારણે વીજ પુરવઠો ખોરવાયો છે જેન લઈ બચી ગયેલા પાકને પાણીની જરૂરિયાત ઉભી થતાં તે ટાઈમ પર આપી શકાય તેમ નથી. કારણ કે, વીજપોલ ખૂબ જ ધરાશાયી થયા હોવાથી વીજકર્મીઓ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા હોવા છતાં હજું પણ 10 દિવસ સમય લાગે તેવી વિગતો છે. 

Download Our B K News Today App



Related News