પાલનપુર પોસ્ટઓફિસમાં સ્પેશિયલ કેન્સલેશનનું અનાવરણ કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-19 15:08:18
  • Views : 737
  • Modified Date : 2020-05-19 15:08:18

પાલનપુર પોસ્ટઓફિસમાં સ્પેશિયલ કેન્સલેશનનું અનાવરણ કરાયું

સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે ગુજરાતની તમામ મુખ્ય પોસ્ટઓફિસોમાં કોરોના  વોરિયર્સના સન્માનમાં આજથી સ્પેશિયલ કેન્સલેશન (સિક્કો) બનાવવામાં આવ્યો છે. જેમાં પાલનપુરની મુખ્ય પોસ્ટઓફિસમાં સંસદ પરબતભાઈ પટેલની ઉપસ્થિતમાં આ સિક્કાને ટપાલ ઉપર લગાવી તેનો પ્રારંભ કરવામાં આવ્યો.પોસ્ટઓફિસની ભાષામાં કેન્સલેશન એટલે કે ટપાલ કે પરબડીયા પર લગાવેલી ટિકીટના ઉપર છાપ મારવી જેથી એ ટિકીટ બીજી વાર ઉપયોગમાં ન લઈ શકાય. જોકે સ્પેશિયલ કેન્સલેશન એટલે ટપાલ ઉપર લગાવવાની છાપ કોઈ વિશિષ્ટ ઇમારત કે ધરોહર કે પછી દેશમાં કોઈ વિશિષ્ટ કામગીરી થયેલ હોય. ત્યારે અલગથી તેની યાદગીરી માટે મહોર બનાવવામાં આવે છે અને તેનો ઉપયોગ પોસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવે છે. અત્યારે સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે  કોવિડ-૧૯ મહામારીના વોરિયર્સ જેમાં કોરોના સામે સમાજ માટે કવચ બની ઉભેલા સેવાકર્મીઓ જેવા કે પોસ્ટમેન, ડોકટર, નર્સ, પોલીસમેન, સફાઈ કામદારોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતની તમામ હેડ પોસ્ટઓફિસમાં આ તમામ વોરિયર્સના ચિન્હવાળા 

સ્પેશિયલ કેન્સલેશન છાપ બહાર પાડવામાં આવી છે.  જ્યાં પોસ્ટ કચેરીના મુખ્ય હેડમાસ્ટર અને પોસ્ટકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નવીન સ્પેશિયલ કેન્સલેશન ૧૮ મે થી ૨૩ મે સુધી ગુજરાતની તમામ પોસ્ટઓફિસમાં આવતા તમામ ડોક્યુમેન્ટ ઉપર લાગવાવમાં આવશે.


Download Our B K News Today App



Related News