ગાંધીનગર સિવીલના તબીબ સહિત જિલ્લામાં કોરોના પોઝીટીના ૬ કેસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-25 11:44:48
  • Views : 443
  • Modified Date : 2020-04-25 11:44:48

ગાંધીનગર જિલ્લામાં કોરોના કહેરના વધેલા આક્રમણમાં હવે કોરોના વોરિયર્સ ડાક્ટર અને એસઆરપી જવાન જ ભોગ બનતાં ફફડાટ વ્યાપી ગયો છે. ગાંધીનગર શહેરમાં બે સહિત જિલ્લામાં આજે કોરોના
પોઝીટીવનાં કુલ ૬ કેસ નોંધાયા છે. પરંતુ તેમાંથી બે કેસ અમદાવાદમાં ગણવામાં આવ્યાં છે.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં ફરજ બજાવતા એસોસિએટ પ્રોફેસરનો કોરોના રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. તેમના
પરિવારમાં તેમના પત્ની અને દીકરીને કોરેનટાઇન કરાયા છે. કોરોના વાઇરસના સંક્રમણની શરૂઆતથી આ તબીબ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટર્સમાં વસવાટ કરી રહ્યા છે. છેલ્લા એક મહિનાથી ગાંધીનગર સિવિલમાં  ફરજ બજાવી રહેલાં આ તબીબનું સેમ્પલ ૨૩મી એપ્રિલનાં રોજ લેવામાં આવ્યું હતુ. જેનો
રીપોર્ટ પોઝેટીવ આવતા ગાંધીનગર શહેરમાં નવા સંક્રમિત દર્દી સામે આવ્યા છે.
આ ઉપરાંત અમદાવાદ સિવિલમાં ફરજ બજાવતી અને ગાંધીનગર ખાતે સેક્ટર - ૫માં રહેતી યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ યુવતી સ્ટાફ નર્સ તરીકે અમદાવાદમાં ફરજ બજાવી રહી છે ત્યારે તેના પરિવારજનોને પણ કોરેનટાઇન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાંધેજા ખાતે એપીએમસીના હોદેદારને પણ કોરોના
પોઝીટીવ રીપોર્ટ આવ્યો છે.
રાંધેજાનાં આ યુવાનને
આલમપુર શાકમાર્કેટ ખાતેથી સંક્રમણ થયું હોવાની સંભાવના છે. એ જ રીતે માણસા તાલુકાના બદપુરામાં રહેતો એક જવાન અમદાવાદમાં એસઆરપી બટાલિયનમાં ફરજ બજાવી રહ્યો છે. અત્યારે અમદાવાદમાં સારંગપુર દરવાજા પાસે લોકડાઉન દરમિયાન ફરજ બજાવતાં આ જવાનને પણ કોરોના રિપોર્ટ
પોઝિટિવ આવ્યો છે. આ કેસને પણ અમદાવાદ શહેરમાં ગણવામાં આવ્યો છે.
શરૂઆતમાં લગભગ એક મહિના કરતાં વધારે સમય સુધી કોરોનાના સકંજામાંથી બાકાત રહેલા દહેગામ તાલુકામાં પણ કેસ વધી રહ્યા છે. દહેગામના
પાલૈયામાં રહેતા બે વ્યક્તિઓ સંક્રમિત થયા છે. જેમાં પટેલ
પરિવારની એક ૫૮ વર્ષીય વ્યકતી અને સોલંકી
પરિવારમાંથી ૨૨ વર્ષિય યુવક સંક્રમિત થયા છે. જે અમદાવાદમાં આવેલી કિડની હોસ્પિટલમાં ફરજ બજાવે છે.
ગાંધીનગર જિલ્લામાં આજે બીજા ડાક્ટર તેમજ બીજાં એસઆરપી જવાન સાથે આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ સંક્રમિત થયા છે. જેમાં ખાસ કરીને ગાંધીનગર સિવિલ
હોસ્પિટલમાં સારવાર કરતા ડોક્ટર સંક્રમિત બનતા પ્રજામાં ચિંતાની લાગણી વ્યાપી છે.

Download Our B K News Today App



Related News