ગાંધીનગરમાં દિવાળી પછી પહેલીવાર કોરોના પોઝિટિવ કેસો ઘટીને ૫૮

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-30 11:22:47
  • Views : 282
  • Modified Date : 2020-11-30 11:22:47

ગાંધીનગર જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારમાં નવા નોંધાયેલાં ૩૩ કેસોમાંથી ગાંધીનગર તાલુકામાં જ કુડાસણનાં ૬ મહિનાનાં બાળક સહિત ૧૭ કેસો નોંધાતાં કોરોના વિસ્ફોટથી ગભરાટ ફેલાયો છે. જ્યારે ગાંધીનગર શહેરમાં આજે ઘટાડો થતાં નવાં ૨૫ પોઝિટિવ કેસો નોંધાતાં ગાંધીનગર જિલ્લામાં આજે ૫૮ કોરોના પોઝિટિવ કેસો નોંધાયાં છે.
ગાંધીનગર ગ્રામ્યમાં નોંધાયેલાં ૩૩ કેસોમાંથી ગાંધીનગર તાલુકામાં જ ૧૭ કેસો નોંધાયાં છે. જેમાં
ઈસનપુરમાં ૫ કેસો નોંધાતાં ફફડાટ વ્યાપી ગયો છે. જ્યારે પૂન્દ્રાસણ, સાદરા અને
પેથાપુરમાં નવાં બે બે કેસો નોંધાયાં છે. આ ઉપરાંત આદરજ મોટી, વાસણા હડમતીયા, દોલારાણા વાસણા, કોલવડા, કુડાસણ અને સોનીપુરમાં નવાં એક એક કેસો નોંધાયાં છે.
દહેગામમાં  નોંધાયેલા ૭ કેસોમાં દહેગામ શહેરમાં જ ૩ કેસો નોંધાયાં છે. આ ઉપરાંત દહેગામ તાલુકાનાં દેવકરણનાં મુવાડા, મામાપરા, નાંદોલ અને વડવાસામાં નવાં એક એક કેસો નોંધાયાં છે. માણસા તાલુકાનાં બીલોદરા, મોતીપુરા વેડા અને શહેરમાં નવાં એક એક કેસો નોંધાયાં છે. જ્યારે કલોલ તાલુકાનાં ગોલથરા, સોજા, આરસોડીયામાં એક એક તેમજ કલોલ શહેરમાં નવાં ૩ કેસો નોંધાયાં છે. ગ્રામ્ય વિસ્તારોમાં એક્ટીવ દર્દીઓની સંખ્યા વધીને હવે ૨૧૫ થઈ ગઈ છે. જ્યારે ગ્રામ્યમાં આજે ૩૧ દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવતાં કુલ ૨૮૫૩ ને રજા આપવામાં આવી છે.
ગાંધીનગર શહેરમાં આજે ૨૫ કોરોના પોઝિટિવ કેસો નોંધાયાં છે. ગાંધીનગર શહેરમાં આજે સેક્ટર ૭, ૨૪ અને જીઈબીમાં નવાં ૩ - ૩ કેસો નોંધાતાં ફફડાટ ફેલાયો છે. આ ઉપરાંત સેક્ટર ૨, ૩, ૫, ૬, ૨૨ અને ૨૮માં નવાં બે બે કેસો નોંધાયાં છે. જ્યારે સેક્ટર ૨૧, ૨૬, ૨૯ અને ઈન્ફોસીટીમાં નવાં એક એક કેસો નોંધાયાં છે.

Download Our B K News Today App



Related News