ગાંધીનગરના કોઈ ગામમાં પ્રથમ પોઝીટીવ કેસ પછી બીજો પોઝીટીવ કેસ નોંધાયો નથી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-26 11:35:00
  • Views : 461
  • Modified Date : 2020-04-26 11:35:00

કોરોના વાયરસમાં જિલ્લા પંચાયત હસ્તકના તમામ સરકારી દવાખાનામાં કોઇ દર્દીની ઉપેક્ષા ન થાય અને તાત્કાલિક સારવાર મળી રહે, સૌજન્ય પૂર્ણ વ્યવહાર થાય. દર્દીને સંવેદના સાથે સારવાર અપાય તેની સાથે દવાખાનાનું સમગ્ર વાતાવરણ જંતુમુક્ત અને આરોગ્યપ્રદ રહે તે જોવા માટે તમામ આરોગ્ય કર્મીઓને જિલ્લા વિકાસ અધિકારી આર.આર.રાવલ દ્વારા
ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે.
જિલ્લા વિકાસ અધિકારી આર.આર.રાવલે વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લાના જે ગામોમાં કોરોનાનો એક પોઝિટીવ કેસ મળ્યો છે, તે પછી આરોગ્ય ટીમની સતર્કતા અને સુવ્યસ્થિત આયોજન સાથેની કામગીરીના કારણે અત્યાર સુધી બીજો કેસ મળ્યો નથી તે બદલ આરોગ્યની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આરોગ્યની ટીમની ઉમદા કામગીરીના કારણે કોરોના
પોઝિટીવ કેસમાં ૬ વર્ષના રાંચરડાના બાળકે અને લોદરાના વયોવૃઘ્‌ઘ મહિલાએ કોરોનાને પરાસ્ત  કર્યો છે, તેનો પણ આનંદ વ્યક્ત કર્યો હતો.
કોરોના અતંર્ગત થયેલી કામગીરીની વિગતો આપતાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.આર.રાવલે વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં કોરોના વાયરસના
પોઝિટીવ કેસોની સંખ્યા – ૦૮ હતી. તે પૈકી એકનુ મૃત્યૃ થયું છે. ૨ સ્ટેબલ વ્યક્તિઓ અને
૫ વ્યક્તિઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ ૨૭૩ લેબોરેટરી પરીક્ષણ કરવામાં આવ્યું છે. ૨૦૪ વ્યક્તિઓ કોરોન્ટાઇલ ફેસીલીટી સેન્ટરમાં છે. ગાંધીનગર જિલ્લામાં કોલવડા, લોદરા, રાંચરડા, ઇટાદરા, પાલૈયા અને રાંધેજા મળી કુલ-૬ કલસ્ટર કલોરોન્ટાઇલ કેન્દ્રો છે. ૧,૩૪,૦૧૬ વ્યક્તિઓ કલસ્ટર કલોરોન્ટાઇલ છે. ગાંધીનગર જિલ્લામાં ક્રિટીકલ આઇસોલેશન બેડની સંખ્યા ૩૦૦ અને સી.સી.ડી. સી.એચ.સી અન્વયે બેડની સંખ્યા ૧૫૦ છે.  વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જિલ્લાવાસીઓ માટે વિવિધ સખી મંડળો દ્વારા ૭૫ હજાર માસ્ક બનાવવામાં આવ્યા છે. તેમજ ૧૪૩૨ સર્ગભા માતાઓનું હાઉસ ટુ હાઉસ સર્વે  કરવામાં આવ્યો છે. તેની સાથે ૧૨૪૮ ડેરી વર્કરોનું, ૩૭૧ એફ.પી.એસ વર્કરોનું,  ૨૨૩૭ ટી.બી.દદીઓનું, ૫૧૪૮ હાયપરટેંશન દર્દીઓનું, ૯૬૨ શ્રમિકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. આરોગ્યની ૫૪૧ ટીમો દ્વારા ૨,૫૦,૦૪૬ વ્યક્તિઓનું હાઉસ ટુ હાઉસ સર્વે કરવામાં આવ્યું છે. ગાંધીનગર જિલ્લામાં કલોલમાં ૨૫૦૦, માણસામાં ૨૧,૭૫૦, દહેગામમાં ૫૨,૧૫૦ અને ગાંધીનગર ૫૮૫૦૦ મળી કુલ ૧,૩૪,૯૦૦ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે. તેની સાથે જિલ્લાવાસીઓની રોગપ્રતિકારક શક્તિ વધારે તેવા ૯,૫૫,૬૩૯ આયુર્વેદ ઉકાળાનું અને હોમિયોપેથિકની ૪,૦૬,૬૪૫ દવાઓનું ડોર ટુ ડોર વિતરણ કરવામાં આવ્યું છે.

Download Our B K News Today App



Related News