બનાસકાંઠા જિલ્લામાં વધુ એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-13 12:00:44
  • Views : 1807
  • Modified Date : 2020-06-13 12:00:44

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી નાખ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનો આંક ૧૪૮ પહોંચ્યો છે. જ્યારે પાલનપુર શહેરમાં પણ કોરોના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો હોવાથી પાલનપુર શહેરના નાગરિકોમાં ભયનો માહોલ છવાયો છે.
બનાસકાંઠા જિલ્લા કલેકટર સંદીપ સાંગલે દ્વારા સમગ્ર બનાસકાંઠા જિલ્લાને અનલોક-૧ માં આંતરિક છૂટ આપી હોવાથી લોકોની અવરજવરમાં સતત વધારો થઈ રહ્યો છે અને બીજી બાજુ સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત માસ લોકો પહેરતા નથી તેવું સ્પષ્ટપણે શહેરમાં દેખાઈ રહ્યુ છે. ત્યારે આવનાર સમયમાં મોટા પ્રમાણમાં લોકોના સ્વાસ્થ્યને નુકસાન થઇ શકે તેવું નજરે જોવાઈ રહ્યુ છે. બનાસકાંઠા જિલ્લાના વડુ મથક પાલનપુર શહેરમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે પાલનપુરના આનંદનગરમાં વસવાટ કરતા નવીનભાઈ પંચાલનો રિપોર્ટ
પોઝીટીવ આવતા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.

Download Our B K News Today App



Related News