પાટણ જિલ્લામાં કોરોના પોઝેટીવ એક કેસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-05 11:03:19
  • Views : 494
  • Modified Date : 2020-04-05 11:03:19

સિધ્ધપુરમાં બે દિવસથી સારવાર હેઠળ રહેલા મુંબઈથી આવેલા અને સિધ્ધપુર સિધ્ધાર્થ હોટલ પાછળ આવેલી તમન્ના સોસાયટીમાં સબંધીના ત્યાં રોકાયેલ ભીલવણના શખ્શનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા તંત્રની દોડધામ અને ચિંતાઓ વધી ગઈ છે.
સરકારી તંત્ર અને
પોલીસની રાત દિવસની મહેનત છતા બહારના રાજ્યમાંથી ચોરીછૂપીથી રાજ્ય અને જિલ્લામાં પ્રવેશેલા
વ્યકિતઓ તથા તેમના
પરિવારજનો તેમજ સમાજના જાણકારી ધરાવતા લોકો દ્વારા વિગતો છૂપાવાથી જેની દવા નથી એવા કોરોના કોવીડ ૧૯ વાઈરસથી નગર, જિલ્લો, રાજ્ય અને દેશમાં સંક્રમણ ફેલાઈ રહ્યો છે. આખો દેશ સોશિયલ ડીસ્ટન્સ માટે લોકડાઉન છે. કરોડો લોકો ઘરમાં રહી આ મહામારીને હરાવવા યોગદાન આપી રહ્યા છે ત્યારે ચોકકસ વર્ગના લોકો સંક્રમણને રોકવા તંત્રને મદદ કરવાના બદલે બીજા રાજ્યો કે વિદેશોમાંથી ગુજરાતમાં પ્રવેશવાની વિગતો છૂપાવવાના અઢળક કિસ્સા સામે આવી રહ્યા છે. જો આ લોકો કોરોના
પોઝીટીવ હોય અને સમયસર સારવાર ના કરાવે આઈસોલેશનમાં ના રહે તો શું પરિણામ આવે તેની કલ્પના
પણ ધ્રુજાવી મુકે છે.
તાજેતરમાં મુંબઈથી
સિધ્ધપુર આવેલો સરસ્વતિ તાલુકાના ભીલવણનો એક શખ્સ કે જેનું સાસરુ સિધ્ધપુર તાલુકાના ચાટાવાડા મુકામે થાય અને સિધ્ધપુરની તમન્ના સોસાયટીમાં સબંધીના ત્યાં રોકાયેલ શખ્શને વાયરલ ફીવર જણાતા બે દિવસ અગાઉ સારવાર અર્થે સિધ્ધપુરની મશાયખી ટ્રસ્ટ સંચાલિત ખ્યાતનામ શિફા હોસ્પિટલમાં લાવવામાં આવેલ. પરંતુ તબીબોને કોરોના જેવા લક્ષણો જણાતા હેલ્થ વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને ધારપુર મેડીકલ કોલેજ ખાતે લઈ જઈ આઈસોલેશનમાં રાખી ટેસ્ટ કરતાં આજે તેનો ટેસ્ટ
પોઝીટીવ આવતા તમન્ના સોસાયટીના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. શિફા હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા સલામતી ખાતર હોસ્પિટલનું કામકાજ સંપૂર્ણ બંધ કરવામાં આવ્યું છે. તો જ્યાં રોકાણ કર્યુ હતુ એ સબંધી તેમજ શખ્શના
પરિવારજનો દ્વારા માહિતી
છૂપાવવા બદલ સિધ્ધપુર પોલીસ દ્વારા જવાબદાર વ્યકિતઓ ઉપર કાયદેસર કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. હેલ્થ વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારનું સેનેટાઈઝેશન કરવામાં આવી રહ્યું છે અને સોસાયટીના રહીશોને ઘરમાં જ રહેવા જણાવાયું છે. પોલીસ અને આરોગ્ય વિભાગ આ વ્યકિત કયાં કયાં ગયો હતો અને કોના સંપર્કમાં હતો તેની વિગતો એકઠી કરી રહયુ છે. રાત દિવસ કોરોના જંગમાં મથામણ કરતા પોલીસ કર્મીઓ અને પ્રસાશનની મહેનત વધી જવા પામી છે. આ કેસ થકી કોરોનાએ સિધ્ધપુરમાં દસ્તક દીધી છે ત્યારે નાગરીકો કડકાઈથી લોકડાઉનનો અમલ કરે અને કોઈપણ બહાના બનાવી બહાર ના નિકળે તે અત્યંત્ય આવશ્યક છે.

Download Our B K News Today App



Related News