દિયોદરના ઓઢા ગામે એક કોરોના પોઝીટીવ આવતા ભયનો માહોલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-15 11:53:14
  • Views : 537
  • Modified Date : 2020-06-15 11:53:14

કોરોના વાઇરસ વિશ્વ મહામારી છેક ચીનથી નીકળી ગુજરાતના ગામડાંઓમાં પ્રવેશી ચુકી છે. ત્યારે દિયોદર તાલુકાના ગામડાઓમાં ફરી એકવાર કોરોના પોઝીટીવ કેશ  ઓઢા ગામે સગર્ભાવસ્થ મહિલાને કોરોના પોઝીટીવ આવ્યો છે.
હાલ કોરોના પોઝીટીવ જિલ્લામાં વધતા જતા કોરોનાને  કેસોના કારણે આરોગ્ય વિભાગ હરકતમાં છે. જ્યારે દિયોદર આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે. દિયોદરમાં  કુલ કોરોના પોઝીટીવનો આંકડો ૧૨ પર પહોંચ્યો છે. કોરોના ગ્રસ્તના પરિવારજનોને દિયોદરની સરકારી સ્કૂલમાં ક્વોરોન્ટાઇન કરાયાં છે. જ્યારે એક્ટીવ કેસ સગર્ભા મહિલા  કાજલબેન પરમારને પોતાના
પતિ સાથે ઘરે જ ક્વોરોન્ટાઈન કરાયાં છે. તેઓના રહેણાંક વિસ્તારને કન્ટેનમેન્ટ જોન જાહેર કરી દેવાયો છે. ઓઢા ગામના સરપંચ એસ.જે. ચૌધરીએ ગ્રામજનોને અપીલ કરી હતી કે લોકો ગભરાય નહીં અને સાચવેત રહે.  મોઢે
ફરજીયાત માસ્ક લગાવે અને વગર કામે બહાર ન નીકળવા અપીલ પણ કરી હતી.
આમ ઓઢા ગામે કોરોના કેસ આવતા ગામમાં ભયનો માહોલ છવાયો છે. ત્યારે દુકાનો ખુલ્લી જોવા મળી હતી અને લોકડાઉનની અસર નહિવત હોય તેવું સમગ્ર દિયોદર તાલુકામાં જોવા મળી રહ્યું છે. બિન્દાસ્ત માસ્ક વિના પણ લોકો તાલુકામાં ફરતા જોવા મળી રહ્યા છે. તાલુકા મથકે પણ કોરોના કેસો મળેલા હોવા છતાં બજારો ભરચક જોવા મળી રહી છે જે ચિંતાજનક હોવાનું જાણકારો જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News