બનાસકાંઠા જિલ્લામાં વધુ ૬ કોરોના પોઝીટીવ કેસ આવ્યા સામે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-22 12:06:22
  • Views : 814
  • Modified Date : 2020-04-22 12:06:22

સમગ્ર દેશમાં વૈશ્વિક મહામારી કોરોના વાયરસ રોજેરોજ વધુને વધુ લોકોને તેના ભરડામાં લઈ રહ્યો છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. છેલ્લા ૯  દિવસમાં જ કોરોનાના દર્દીઓની સંખ્યા ૧૮ થઈ ગઈ છે
સમગ્ર દેશમાં કોરોના વાયરસ મહામારીએ હાહાકાર મચાવ્યો છે, જેમાં બનાસકાંઠા જિલ્લો પણ બાકાત રહ્યો નથી. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ફરી નવા ૬ કેસ સામે આવતા સમગ્ર જિલ્લાના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે સાથે જિલ્લાનું આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે, અને વધતા જતા કેસોને પગલે સતર્ક રહી ખડેપગે રહી કામગીરી કરી રહ્યુ છે. સૌપ્રથમ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના મીઠાવીચારણ ગામના પાંચ વર્ષના બાળકને કોરોના
પોઝીટીવ આવ્યા બાદ ત્યાં વધુ ચાર નવા કેસો સામે આવ્યા છે. જેથી હવે વાવ તાલુકો પણ કોરોના હોટ સ્પોટ બની ગયો છે. બનાસકાંઠા જિલ્લાના
પાલનપુર તાલુકાના ગઠામણ ગામમાં પણ વધુ એક નવો કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યો છે. જ્યારે થરાદમાં પણ એક કેસ પોઝેટીવ આવ્યો છે. હવે બીજુ વાવનું મીઠાવીચારણ ગામ પણ કોરોના હોટસ્પોટ બની ગયું છે. જોકે અહી આ વખતે જે ૪ કેસો સામે આવ્યા છે તે તમામ અલગ-અલગ ગામના છે. એટલે કે વાવ તાલુકાના મીઠાવીચારણ, માવસરી,
દૈયપ અને આકોલી ગામમાંથી અલગ-અલગ ચાર કેસો મળ્યા છે. જ્યારે બીજી બાજુ
પાલનપુર તાલુકાના ગઠામણ વિસ્તારમાંથી વધુ ૧ યુવાનનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જેના કારણે આરોગ્ય વિભાગની ચિંતા વધી ગઈ છે અને હવે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ ગામોને સીલ કરી તેમના સંપર્કમાં આવેલા લોકોના સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અને આરોગ્ય વિભાગ દ્વારા લોકોને ઘરમાં રહેવા માટે
પણ જણાવવામાં આવ્યું છે.
બનાસકાંઠા જિલ્લામાં  નોવેલ કોરોના વાયરસના વધુ ૬ કેસ પોઝીટીવ નોંધાતા કુલ-૧૮ કેસ કોરોના પોઝીટીવ થયા છે તેમ બનાસકાંઠા આરોગ્ય વિભાગના નોડલ અધિકારી  ર્ડા.એન.કે.ગર્ગે જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે પાલનપુર તાલુકાના ગઠામણ ગામના સોહેલ ફારૂન ભોરાનીયા ઉ.વ. ૧૮ વર્ષનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે જે બનાસ મેડીકલ કોલેજ સંચાલિત સિવિલ હાÂસ્પટલ, પાલનપુરમાં સારવાર હેઠળ છે. આ ઉપરાંત વાવ તાલુકાના આકોલી ગામના લીલાબેન થાવરભાઇ બુબડીયા (ઉ.વ.૪૮), માવસરીના ઢેગાભાઇ નરપતભાઇ વેણ (ઉ.વ. ૨૨), દૈયપ ગામના પ્રકાશભાઇ મગાભાઇ વણકર (ઉ.વ.૨૦) અને મીઠાવીચારણ ગામના ઇશ્વરભાઇ મફાભાઇ વડાલીયા (ઉ.વ.૨૦) નો રિપોર્ટ પણ કોરોના પોઝીટીવ આવ્યો છે જ્યારે થરાદ રામપુરા પીએચસીમાં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારી  દરઘાભાઈ હેમાભાઈ પટેલ આજે પોજેટીવ જાહેર થયેલ છે. જિલ્લા બહારથી આવેલ લોકોની મુલાકાત કરતા ચેપ લાગ્યો હોવાનુ અનુમાન  છે. તમામ ડીસાની ગાંધીલિંકન ભણશાળી- કોવિડ હોÂસ્પટલમાં સારવાર હેઠળ છે.
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા જિલ્લા કલેકટર સંદીપ સાગલેના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.

Download Our B K News Today App



Related News