અપહરણના આરોપીઓને તથા ભોગ બનનારને ગણતરીના કલાકોમાં પકડી પાડતી પોશીના પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-04 11:40:35
  • Views : 307
  • Modified Date : 2020-03-04 11:40:35

પોલીસ અધિક્ષક સાબરકાંઠા ચૈતન્ય મંડલીકનાઓની સૂચના મુજબ તેમજ ના.પો. અધિ.ઇડર વિભાગ ઇડર ડી. એમ.ચૌહાણનાઓના માગદર્શન હેઠળ જિલ્લામાં તેમજ ગુજરાત રાજ્યના તથા રાજ્ય બહારના ગુનાઓ બનતા અટકાવવા તથા ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા સારૂ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલર્ટ રહી અને આસપાસના પોલીસ સ્ટેશનના સંપર્કમાં રહી ગુનો બન્યાથી તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપેલ જે સૂચના આધારે સતત પ્રયત્નશીલ હતા.
દરમિયાન રાત્રીના ૧૦ઃ૪૦ વાગે આબુરોડ સદર પોલીસ સ્ટેશનથી પીઆઇ આનંદ ચાવલાએ ટેલિફોનથી જાણ કરેલ કે આબુરોડ સરદાર
પોલીસ સ્ટેશનની હદના મોર્ડન ફેક્ટરી સામે આવેલ તુલસી હોટલમાંથી ચાર પાંચ અજાણ્યા ઇસમો જીપ લઈને આવીને હોટલ માલિક અબ્દુલ બાસિત સોહેલના અપહરણ કરી લઇ ગયેલ છે. જૈન મોબાઈલ લોકેશન પોશીના વિસ્તારના ચન્દ્રાણા ગામના કિયારીયા ફળામાં આવેલ છે. તેવું જણાવતા આર.જે. ચૌહાણ, અમિતભાઈ  સાવનભાઈ,
પરેશકુમાર ડાયાભાઈ,
કલ્પેશકુમાર શંકરભાઈ, સુખદેવભાઈ  મગનભાઈ, વાસુભાઇ ઇન્દુભાઇ, ડાp.એ.એસ.આઈ., નારાયણભાઈ ભુરાભાઈ સાથે તાત્કાલિક મોબાઈલ લોકેશન વાળી જગ્યા ઉપર પહોંચી ગયેલ અને સરદાર વિસ્તારને કોર્ડન કરી આરોપીઓ તથા ભોગ બનનારને પકડી પાડી પોલીસ સ્ટેશન લાવેલ અને આબુરોડ
પી.આઈ. આનંદ ચાવલા તથા તેમનો સ્ટાફ પણ પોશીના
પોલીસ સ્ટેશને આવી ગયેલ અને જે ભોગ બનાને પોતાનું નામ પુછતા પોતે પોતાનું નામ અબ્દુલ બાસિત સોહેલ અકતર સીર્દીકી ૧૯ મૂળ  રહેઠાણ રાઠોડ લાઇન હાલ રહે. તુલસી હોટલ મોર્ડન ફેક્ટરીની સામે તળેટી આબુરોડનો હોઇ અને પૈસાની લેવડદેવડ બાબતે
તા. ૨-૩-૨૦૨૦ના આઠેક વાગ્યાના સુમારે અપહરણ કરેલાનું જણાવેલ. આ કામે ગુનાના કામે આબુરોડ  પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ હોય જે  આરોપીઓ  સવજીભાઈ જમાલભાઇ ગમાર ઉંમર ૨૪ રહે. પીપળીયા (નાડીયા ફળો) તા.પોશીના,  ફલજીભાઈ અળખાભાઈ મુળી ઉંમર ૨૨ રહે.ગંછાલી તા.પોશીના, શૈલેષભાઈ મશરૂભાઈ ગમાર ઉંમર ૧૯ રહે. પીપળીયા
તા.પોશીના, મુકેશભાઈ બાબુભાઈ મૂળી ઉંમર ૨૦ રહે. ગંછાલી, તા. પોશીના, કનુભાઈ રૂપાભાઈ ગમાર રહે. પીપળીયા, તા. પોશીના સામે ગુનો દાખલ કરેલ.


Download Our B K News Today App



Related News