બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાંથી પોલીસે પોષડોડાનો જથ્થો ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-22 15:48:45
  • Views : 371
  • Modified Date : 2020-05-22 15:48:45

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાંથી પોલીસે પોષડોડાનો જથ્થો ઝડપાયોડીસાબનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાંથી પોલીસે પોષડોડાનો જથ્થો ઝડપી પાડયો છે. ગેરકાયદેસર લઈ જતા કારમાંથી પોષડોડા સહિત બે આરોપીઓની અટકાયત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.લોકડાઉનમાં પણ બુટલેઘરો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતાં અટક્યા નથી. જેમાં ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલા બનાસકાંઠા જિલ્લામાં તો દારૂ હોય, ગુટખા હોય કે પછી પોશડોડા બુટલેગરોએ તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ રાખી છે. જે દરમિયાન થરાદના બેવટા પોલીસે કારમાં પોષડોડાનો જથ્થો લઇ જતા હોવાનું માલુમ પડતા પોલીસે વોચ ગોઠવી હતી. તેમજ લકઝરીયસ ગાડી ફોર્ચ્યુનર આવતા તેને થોભાવી તલાસી લેતા તેમાંથી પોષડોડાનો જંગી જથ્થો ઝડપાયો હતો. ગાડી ચાલક બીરબલ ઉર્ફે બલવીર બીશ્નોઈ અને શ્રવણ ઉર્ફે સનનું જાટની અટકાયત કરી છે. પોલીસે તપાસ કરતા આ પોષડોડાનો જથ્થો રાજસ્થાનની ગુજરાતમાં લાવ્યા હોવાનું માલુમ પડ્‌યું હતું જે મામલે થરાદ પોલીસે ૩૨૪ કિલો પોષડોડા અને ગાડી સહિત ૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે . 


Download Our B K News Today App



Related News