લાખણીમાંથી પોષ ડોડા સાથે આરોપીને ઝડપતી એસ.ઓ.જી. બનાસકાંઠા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-13 11:10:03
  • Views : 591
  • Modified Date : 2019-11-13 11:10:03

પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્ય તથા   પોલીસ મહાનિરીક્ષક સુભાષ ત્રિવેદી, સરહદી વિભાગ, ભુજ, કચ્છ નાઓએ માદક પદાર્થના
ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા
પદાર્થ શોધી કાયદેસર કાર્યવાહી કરવા આપેલ ખાસ સૂચના અનુસંધાને પોલીસ અધિક્ષક તરૂણકુમાર દુગ્ગલ, બનાસકાંઠા  એસ.ઓ.જી. ને જિલ્લામાં થતી નાર્કોટિક્સ પદાર્થોની
હેરા-ફેરી તથા વેચાણ ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપતા એસ.ઓ.જી ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એ.ડાભી  તથા એસ.ઓ.જી ટીમના એ.એસ.આઈ સાયબાભાઈ તથા કાંતીલાલ હેડ.કોન્સ્ટેબલ ભુરાજી તથા વનરાજસિંહ તથા જીતેન્દ્રકુમાર, ગીરીશભારથી, પો.કોન્સ. દલપતસિંહ,
દિલીપસિંહ, વિનોદભાઈ, ભોજુભા,  દલજીભાઈ, પ્રવિણભાઈ વિગેરે સાથે શકદાર, અરવિંદકુમાર ચેનાજી બારોટ રહે. જસરા તા.લાખણી વાળાની કબ્જા ભોગવટાની દુકાનમાં નાર્કોટિક્સ અંગે રેઈડ કરતા મજકૂર આરોપીની દુકાનમાંથી પોષ ડોડાનો જથ્થો ૩.૪૭૫ કિગ્રા કિં.રૂ.૧૦,૪૨૫/- નો મળી આવેલ અને આ મળી આવેલ પોષ ડોડા બાબતે પુછપરછ કરતા આ પોષ ડોડાનો જથ્થો ભાણજીભાઈ જયરામભાઈ જોષી રહે. આનંદનગર સોસાયટી લાખણી વાળા જોડેથી દુકાનના માલિક હરભુજી ઉર્ફે પ્રભુજી જગાજી બારોટ રહે. લાખણી વાળો વેચાણ અર્થે લાવી આપેલનું જણાવતો હોઈ આરોપીને સાથે રાખી ભાણજીભાઈ જયરામભાઈ જોષી રહે.આનંદનગર સોસાયટી, લાખણી વાળાના રહેણાંક ઘરે નાર્કોટિક્સ અંગે  રેઈડ કરતા ઘરની સામે બનાવેલ સિમેન્ટના પતરાવાળા સેડમાંથી પોષ ડોડાનો જથ્થો મળી આવેલ. જે જોતા ૧૦૬.૮૩૭ કિગ્રા કિં.રૂ.૩,૨૦,૫૧૧/- નો તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં.રૂ.૩,૨૮,૪૧૧/ નો મુદ્દામાલ કબ્જે કરી  મજકૂર આરોપી અરવિંદકુમાર ચેનાજી બારોટ રહે. જસરા તા. લાખણીવાળો હાજર મળી આવેલ તથા હરભુજી ઉર્ફે પ્રભુજી જગાજી બારોટ રહે.લાખણી તથા  જયરામભાઈ જોષી રહે.આનંદનગર સોસાયટી, લાખણી વાળાઓ હાજર  મળી આવેલ ન ધોઈ ઉપરોક્ત ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ આગથળા પો.સ્ટે. ખાતે દ્ગડ્ઢઁજી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.પોલીસની આ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

Download Our B K News Today App



Related News