ડીસામાં પંજાબના બટાકાની આવક ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતાં ચિંતામાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-11 11:04:11
  • Views : 8707
  • Modified Date : 2021-01-11 11:04:11

ડીસાના મુખ્ય માર્કેટયાર્ડમાં રવિવારથી બટાકાની જાહેર હરાજીનો પ્રારંભ થયો છે.  પ્રથમ દિને ૩૫૦૦ થી વધુ કટ્ટા બટાકાની આવક નોંધાઇ હતી તેમજ પ્રતિ મઢ બટાકાનો ભાવ ૧૭૦ થી ૨૨૫ રૂપિયા નોધાયો હતો. આમ, ખેડૂતોને ગત વર્ષ કરતાં બટાકાનો ભાવ ઓછો મળતા ખેડૂતોમાં નિરાશા જાેવા મળી હતી.
બટાકા નગરી તરીકે ખ્યાતિ પ્રાપ્ત ડીસા પંથકના ખેડૂતોએ ચાલુ વર્ષે બટાકાના સારા ભાવ મળવાની આશાએ વિપુલ પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું. બટાકા તૈયાર થાય એ અગાઉ જ ડીસા સહિત જિલ્લામાં પંજાબના નવા બટાકાનું આગમન થયું છે.
પંજાબથી દૈનિક સાતથી આઠ ગાડી (ટ્રક) માં ત્રણ હજારથી વધુ બટાકાના કટ્ટા ડીસા બજારમાં ઠલવાઇ રહ્યાં છે. જેથી સ્થાનિક બટાકા બજારમાં પણ ભાવમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. જાે કે, રવિવારથી ડીસાના મુખ્ય  માર્કેટયાર્ડમાં ઇન્સ્પેક્ટર દિનેશભાઇ ત્રિવેદીની
ઉપસ્થિતિમાં અને ઓક્ષનર કિરણભાઇ લોઢા અને રમેશભાઇ દેસાઇ દ્વારા બટાકાની જાહેર હરાજીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. વેપારીઓ દ્વારા બટાકાના ઢગલાને ફુલહાર, કુમકુમ તિલક અને પેડા મુકીને સારા વેપારની પ્રાર્થના કરવામાં આવી હતી. હરાજીના શુભારંભ પ્રસંગે શ્રી વિ.જે.પટેલ શાકભાજી સબ માર્કેટયાર્ડ વેપારી એસો.ના પ્રમુખ કમલેશભાઇ પઢીયાર, દિનેશભાઇ ટાક, શંકરભાઇ સોલંકી, રમેશભાઇ લોધા, મગનલાલ ગીગાજી સહિત
વેપારીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. બટાકાની જાહેર હરાજીના પ્રથમ દિને જ બટાકાના ૩૫૦૦ થી વધુ કટ્ટાની આવક નોંધાઇ હતી. જયારે પ્રતિ મણ (૨૦ કિલો) બટાકાનો ભાવ રૂપિયા ૧૭૦ થી ૨૩૦ નોંધાયો હતો.  અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે બટાકાની સિઝનમાં જાહેર હરાજીમાં બટાકાનો ભાવ સરેરાશ ભાવ ૨૭૦ થી ૩૦૦ મળતો હતો પરંતુ ચાલુ વર્ષે ભાવ ઓછો મળતાં ખેડૂતોને પ્રતિ મણ (૨૦ કિલો) એ ૭૦ થી ૮૦ રૂપિયાનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

Download Our B K News Today App



Related News