પોશ ડોડાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી થરાદ પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-23 11:02:38
  • Views : 606
  • Modified Date : 2019-08-23 11:02:38

બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રદિપ સેજુલે જિલ્લામાં દારૂ  જુગાર કેસો કરવા  સૂચના કરતા તથા  અજીત રાજયાણ મદદનીશ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ થરાદના માર્ગદર્શન મુજબ પો.ઇન્સ જે.બી. આચાર્યને મળેલ બાતમી હકીકતના આધારે થરાદ ટાઉનમાં સુવાસ કોમ્પલેક્ષમાં ભોંય તળીયે આવેલ રાધેશ્યામ ટ્રાવેલ્સની ઓફિસમાં અજમલભાઇ દરઘાભાઇ જાતે.પટેલ રહે.લુણાલ તા.થરાદ વાળો ગેરકાયદેસરનો પોશ ડોડાનો જથ્થો રાખી ભીખાભાઇ પાંચાભાઇ પટેલ રહે.કોળાવા તા.વાવ વાળા
પાસે વેચાણ કરાવે છે અને હાલમાં આ જગ્યાએ દુકાનમાં
પોશ ડોડાનો ગે.કા.નો જથ્થો
પડેલ છે. તેવી બાતમી હકીકતના આધારે સદરે જગ્યાએ રેઇડ કરી પોશ ડોડા ૨ કિલો ૨૧૩ ગ્રામ કિં.રૂ.૨૬૨૭/-  સાથે અજમલભાઇ દરઘાભાઇ પટેલ રહે.લુણાલ તા.થરાદ વાળાને
પકડી પાડી તેની પુછપરછ કરતા સદરે પોશ ડોડાનો જથ્થો અજમલભાઇ દરઘાભાઇ પટેલ રહે.લુણાલ તા.થરાદ વાળાએ લાવેલ હોવાનું જણાવતા વધુ પોશ ડોડાનો જથ્થો  અજમલભાઇ દરઘાભાઇના ઘરે હોવાની શક્યતાના આધારે તેના ઢાળીયામાંથી કુલ -૦૬ પ્લાÂસ્ટકની થેલીઓમાં ૧૬૧ કિલો ૩૨૦ ગ્રામ પોશ ડોડાની કિંમત રૂ ૧,૯૩,૫૮૪/-ના સાથે ભીખાભાઇ પાંચાભાઇ પટેલ રહે.કોળાવા તા.વાવ વાળા સાથે પકડાઇ જઇ તથા  અજમલભાઇ દરઘાભાઇ જાતે.પટેલ રહે.લુણાલ તા.થરાદ વાળો ઘરે હાજર મળી આવેલ ના હોય તેઓની વિરૂધ્ધ એન.ડી.પી.એસ. એકટ ૧૯૮૫ ની કલમ ૧૫,૨૯ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Download Our B K News Today App



Related News