છઠ્ઠ પૂજાને ધ્યાને લઈ આજે એક દિવસ માટે પોરબંદર-મુઝફ્ફરપુર સ્પેશિયલ ટ્રેન દોડશે, યાત્રીઓની સુવિધાઓમાં વધારો કરાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-13 17:09:40
  • Views : 281
  • Modified Date : 2020-11-13 17:09:40

            સમગ્ર ભારત દેશમાં એકસાથે દિવાળીના તહેવારો ઉજવવામાં આવે છે. તેમજ ઉતર ભારતના પ્રદેશોમાં દર વર્ષે છઠ્ઠ-પૂજાનો તહેવાર પણ ખૂબ ભક્તિભાવથી ઉજવાઇ છે. આ તહેવારો દરમિયાન યાત્રીઓની સુવિધાઓમાં વધારો થાય તેવા હેતુથી રેલવે તંત્ર દ્વારા આજથી પોરબંદરના રેલવે સ્ટેશન પરથી પોરબંદર-મુઝફ્ફરપુર-પોરબંદર વચ્ચે એક ખાસ ટ્રેન દોડાવાશે, આ ખાસ ટ્રેન નં-09269/09270 સાથે માત્ર એક ટ્રિપ પૂરતી જ દોડશે, જે યાત્રીઓને લઇને પોરબંદરથી મુઝફ્ફરપુર જશે અને ત્યાંથી ફરી પરત પોરબંદર ફરશે.ટ્રેન-નં.09269 પોરબંદર-મુઝફ્ફરપુર સ્પેશિયલ ટ્રેન આજે સાંજે 4-30 વાગ્યે પોરબંદરથી ઉપડશે અને ત્રીજા દિવસે સાંજે 6-10 વાગ્યે મુઝફ્ફરપુર સ્ટેશન પર પહોંચશે, તેવી જ રીતે આ ખાસ ટ્રેન મુઝફ્ફપુરના સ્ટેશન પરથી પરત પોરબંદર ટ્રેન-નં.09270 સાથે મુઝફ્ફરપુર-પોરબંદર સ્પેશિયલ ટ્રેન આગામી તા. 16 નવેમ્બરે બપોરે 3-15 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે બપોરે 3-10 કલાકે પોરબંદરના સ્ટેશન પર પરત પહોંચશે.આ ખાસ ટ્રેન ટ્રિપ દરમિયાન બંને દિશામાં જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, આંબલી રોડ, પાલનપુર, આબુરોડ, મારવાડ-જંકશન, બ્યાવર, અજમેર, જયપુર, બાંદીકુઇ, અલવર, રેવારી-જંકશન, ગુડગાંવ, દિલ્હી કેન્ટ, દિલ્હી સરાઈ રોહિલા, દિલ્હી-જંકશન, મુરાદાબાદ, બરેલી, શાહજહાંપુર, લખનઉ, ગોંડા-જંકશન, ગોરખપુર, સિસ્વા-બજાર, બગહા, નરકટિયાગંજ, બેતિયા, સગૌલી, બાપુધામ મોતીહારી, ચકિયા અને મહેસી સ્ટેશનો પર રોકાશે તેમજ આ ખાસ ટ્રેનમાં એસી 2-ટીયર, એસી 3-ટીયર, સ્લીપર-ક્લાસ અને સેકન્ડ-ક્લાસ સીટીંગ-કોચનો સમાવેશ કરવામાં આવશે. રેલવે તંત્ર દ્વારા યાત્રીઓ ભારત સરકારની માર્ગદર્શિકાઓનું પાલન કરે અને દોઢ કલાક પહેલા સ્ટેશન પર પહોંચશે

Download Our B K News Today App



Related News