પોરબંદર : ભાડે આપેલું ગોડાઉન ખાલી કરવાની નોટીસ આપતા માછીમારોમાં રોષ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-07-11 16:58:37
  • Views : 72
  • Modified Date : 2024-07-11 16:58:37

પોરબંદરના માછીમારો પર ગુજરાત મેરીટાઇમ બોર્ડની મનમાની જોવા મળી છે. થોડા દિવસ પહેલા મેરીટાઇમ બોર્ડે માછીમારોને ભાડે આપેલા ગોડાઉન જર્જરિત હોવાનો સરકારને રિપોર્ટ આપી ગોડાઉન ખાલી કરવાની નોટીસ આપી છે. નોટીસ આપ્યાના તુરંત જ અધિકારીઓ રૂબરૂમાં ગોડાઉન ખાલી કરાવવા પહોંચતા માછીમારોમાં રોષે ભરાયા છે.ઉલ્લેખનીય છે કે મેરીટાઇમ બોર્ડ ગોડાઉન ખાલી કરવાની નોટીસ આપતા માછીમારોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. ત્યારે અધિકારીઓએ સરકારને આપેલ ગોડાઉન જર્જરિત હોવાનો રિપોર્ટના સર્વે અંગે માછીમારોનો આક્ષેપ છે કે અધિકારીઓએ સર્વે સ્થળ પર નહીં એ.સી.કેબીનમાં બેસીને સર્વે કર્યો છે. હાલ તો આ મામલે માછીમાર આગેવાનોએ ગાંધીનગર રજૂઆત કરતા હાલ પૂરતી ગોડાઉન ખાલી કરવાની કામગીરી સ્થગિત રખાઈ.

Download Our B K News Today App



Related News