પોરબંદર કોસ્ટગાર્ડે મધદરિયે ઇમરજન્સી ક્રૃ મેમ્બરનું રેસ્ક્યૂ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-13 14:38:54
  • Views : 104
  • Modified Date : 2023-07-13 14:38:54

પોરબંદર કોસ્ટગાર્ડનું મધદરિયે ઇમરજન્સી રેસ્ક્યૂ કર્યુ હોવાના વીડિયો સામે આવ્યા છે. પોરબંદરમાં મધદરિયામાં કાર્ગો જહાજમાં ક્રૃ મેમ્બરની તબિયત અચાનક લથડી હતી. ક્રૃ મેમ્બર એમ્પોલુ નાગરાજુની તબિયત લથડતા તાત્કાલિક સંપર્ક કરીને કોસ્ટગાર્ડની મદદ માગવામાં આવી હતી. વહેલી સવારે પોરબંદરથી 50 કિમિ દૂર એમ.ટી.સેલિબીલયન કોપલ હેંગલ નામના જહાજમાંથી મદદ માગવામાં આવી હતી.જે પછી કોસ્ટગાર્ડ દ્વારા ક્રૃ મેમ્બરને હેલિકોપ્ટરની મદદથી એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. સુનિલ દત્ત અને સુમિત ધીમાન દ્વારા દરિયાની સ્થિતિ અને હવામાન રિસ્થિતિઓને ધ્યાને રાખીને ICG હેલિકોપ્ટર દ્વારા અત્યંત ચોકસાઈ સાથે MT સેલ્સિયસ કોપનહેગન પર મિશન હાથ ધરાયુ હતુ. ક્રૃ મેમ્બરને એરલિફ્ટ કરીને સારવાર માટે સિવિલ હોસ્પિલ પહોંચાડવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News