બ્રહ્મપુરીમાં વસતા અતિ પૌરાણિક ઓમકારેશ્વર મહાદેવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-09 11:33:06
  • Views : 408
  • Modified Date : 2020-08-09 11:33:06

શ્રાવણ મહિનામાં શિવાલય શિવભક્તોની ભક્તિથી ગુંજી રહ્યા છે. ઠેર ઠેર શિવાલયોમાં ભક્તો દ્વારા જોરશોરથી પૂજા અને શિવજીની તપસ્યા કરવામાં આવી રહી છે. જે લોકો કોરોનાની મહામારી વચ્ચે શિવજીના દર્શન નથી કરી શકતા તે લોકો માટે બી.કે. ન્યુઝ દૈનિક દ્વારા હાલમાં ઘરે બેઠા દર્શન કરાવવામાં આવી રહ્યા છે. ત્યારે ડીસા ખાતે આવેલા બ્રહ્મપુરીમાં ઓમકારેશ્વર મહાદેવના તમને દર્શન કરાવીશું. આ મંદિરના ઇતિહાસની વાત કરવામાં આવે તો અંદાજીત ૮૦૦ વર્ષ પહેલાં બ્રહ્મપુરીમાં રહેતા બ્રાહ્મણો દ્વારા આ શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી જ દર પેઢી આ શિવલિંગની પૂજા કરતા આવ્યા છે. તેમજ શ્રાવણ મહિનામાં રુદ્ર અભિષેક તેમજ બિલીપત્ર ચઢાવીને વિશેષ
પૂજા કરવામાં આવે છે. અહીં દર્શન કરવા આવતા લોકો એવું જણાવે છે શિવજી આગળ ગોળની શ્રદ્ધાપૂર્વક કોઈપણ બાધા રાખે તો શિવજી જરૂર
પૂર્ણ કરે છે. ડોક્ટર પણ જણાવી રહ્યા છે કે અમને બાર મહિનાના દર્શનનું ફળ માત્ર શ્રાવણ મહિનાની પૂજાથી જ મળી જાય છે. અમને અહીં દર્શન કરવાથી ખૂબ જ આનંદ પ્રાપ્ત થાય છે. આવા જ વધુ શિવલિંગના દર્શન તમને અમારા માધ્યમથી કરાવતા રહીશું.

Download Our B K News Today App



Related News