પવિત્ર યાત્રાધામ ભીમા ગામમાં દેવાધિદેવ મહાદેવનું એક પૌરાણિક મંદિર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-07 11:32:48
  • Views : 681
  • Modified Date : 2020-11-07 11:32:48

પવિત્ર યાત્રાધામ ભીમા ગામમાં દેવાધિદેવ મહાદેવનું એક પૌરાણિક મંદિર આવેલ છે. જે તળાવકિનારે ખૂબ રમણીય છે જે કૈલાસ ટેકરી તરીકે વિખ્યાત થયેલ છે. આ મહાદેવને નર્મદેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. સમસ્ત ગ્રામજનો દ્વારા નર્મદેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવે છે નર્મદેશ્વર મહાદેવની સ્થાપના વરસો અગાઉ થયેલ છે. નર્મદેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં શ્રીમાળી મારવાડી બ્રાહ્મણ સમાજની ધર્મશાળા પણ આવેલ છે. મંદિરના પૂજારી તરીકે ગણપતલાલ મહારાજ સેવા પૂજા કરે છે. શ્રાવણ મહિનામાં નર્મદેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ રહે છે. શિવરાત્રીના પવિત્ર દિવસે શિવભક્તો દ્વારા શિવ પૂજા કરવામાં આવે છે.

Download Our B K News Today App



Related News