ડીસાના માલગઢ ગામે આવેલું પૌરાણિક કૈલાસ મંદિર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-28 11:16:47
  • Views : 309
  • Modified Date : 2020-07-28 11:16:47

ભારતીય સંસ્કૃતિમાં અનેક તહેવારોનું મહત્વ રહેલું છે ત્યારે હિન્દુ ધર્મમાં શ્રાવણ માસ અતિ પવિત્ર માસ માનવામાં આવે છે ત્યારે શ્રાવણ માસમાં દરેક શિવાલયો ભગવાન શંકરના ભક્તોથી ઉભરી જાય છે અને આખો મહિનો ભગવાન ભોળાની પૂજા અર્ચના કરવામાં આવે છે. બનાસકાંઠામાં કુદરતના ખોળે આવેલા શિવમંદિરોનો મહિમા ખૂબ જ છે. જેમાં ડીસા તાલુકાના માલગઢ ગામે કૈલાસ ટેકરી પર આવેલ શિવ મંદિર
પાંડવો વખતનું કેદારનાથ મહાદેવનું પૌરાણિક મંદિર છે. વર્ષો અગાઉ આ જગ્યા પર મંદિરના મહંત સોમાપુરી મહારાજે મંદિરમાં શિવલિંગનો પુનરોદ્ધર કરી પાર્થિવ શિવલિંગની સ્થાપના કરી
પૂજાની પરંપરા શરૂ કરી હતી. ત્યાર બાદ દર શ્રાવણ માસે અહીં માટીના પાર્થિવ શિવલિંગ બનાવી સમગ્ર શ્રાવણ માસ પૂજા કરાય છે. ભાવિકો મોટી સંખ્યામાં વ્રત એકટાણા ઉપવાસ કરી શિવજીની ભક્તિ કરે છે.
કૈલાસ મંદિર ૧૫૦ વર્ષ જૂનું મંદિર છે. આ મંદિરની સ્થાપના વર્ષો પહેલા અહીં આવેલા સોમપુરી મહારાજે કરી હતી. થોડા સમય અહીંયા ભગવાન શિવની મૂર્તિની સ્થાપના કરી અને પૂજા અર્ચના કરવામાં આવતી હતી. ત્યાર બાદ મહંત સોમપુરી મહારાજે આ કૈલાસ ટેકરી પર જ પોતે સમાધી લઈ લીધી હતી. ત્યારથી જ આ જગ્યાને મહંતની પવિત્ર ધરતી માનવામાં આવે છે. અને અહીંયા શ્રાવણ માસ તેમજ આડા દિવસે મોટી સંખ્યામાં લોકો અહીંયા ભગવાન ભોળાનાથના તેમજ મહંત સોમપુરી મહારાજના મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે.
કૈલાસ મંદિરના મહાદેવ ખાતે આસપાસના વિસ્તારની મહિલાઓ દ્વારા પણ સમગ્ર શ્રાવણ માસ દરમિયાન અહી મંદિર ખાતે ભગવાન ભોળાનાથના ભજન કીર્તન કરવા આવે છે જો કે હાલમાં કોરોનાની મહામારી ચાલતી હોવાના કારણે આ મંદિરમાં આવનાર ભકતોની પાંખી હાજરી જોવા મળી હતી.

Download Our B K News Today App



Related News