પોપ્યુલર બિલ્ડર્સને ત્યાંથી ૮૨ લાખના દાગીના, ૭૭ લાખ રોકડા, ૨૨ બેન્ક લોકર મળી આવ્યાં. ડ્રાઇવર, નોકર, ખેડૂતો, સંબંધીઓને નામે પ્રોપર્ટીઓ કરી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-13 12:40:13
  • Views : 685
  • Modified Date : 2020-10-13 12:40:13

        પોપ્યુલર બિલ્ડર્સ ગ્રૂપને ત્યાં આઈ.ટી.ના અધિકારીઓએ ગુરુવારે શરૂ કરેલા દરોડા રવિવારે રાતે પૂરા થયા હતા, જેમાં રૂ.૮૨ લાખના દાગીના, રૂ. ૭૭ લાખ રોકડા, ૨૨ બેંક લોકર અને કો-ઓપરેટિવ સોસાયટીના નામે બેનામી સંપત્તિના દસ્તાવેજ મળી આવ્યા છે. 

   ગ્રૂપના વિશ્વાસુ ભરત પટેલને ત્યાં સોમવાર મોડી રાત સુધી દરોડાની કાર્યવાહી ચાલુ હતી. ભરત પટેલને ત્યાંથી જૂના હિસાબોની કાચી ચિઠ્ઠી મળી આવ્યા છે, જેમાં પોપ્યુલર ગ્રૂપે ખેડૂતો, ડ્રાઇવર, નોકર અને સંબંધીને નામે પ્રોપર્ટીઓ કરી હોવાનું બહાર આવ્યું છે, ૧૩ સોસાયટીના નામે બેનામી સંપત્તિના દસ્તાવેજો, કાંકરિયા મણિનગર કો-ઓપરેટિવ બેંક, મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંક,  બેંક ઓફ મહારાષ્ટ્ર, મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંક અને અમદાવાદ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટિવ સહિત ૫૫ બેન્કોની કોરી સહી કરેલી ચેકબુક મળી આવી છે.

·          પોપ્યુલર ગ્રૂપને ત્યાં દરોડામાં મળી આવેલા દસ્તાવેજોમાં જમીન, મકાન અને દુકાનો કો-ઓપરેટિવ સોસાયટીઓના ચેરમેનના નામે મળી આવ્યાં છે. પ્રોપર્ટી ખરીદવાની શક્તિ ન ધરાવતા લોકોને નામે પ્રાઇમ લોકેશનમાં આવેલી ૧૩ પ્રોપર્ટીના દસ્તાવેજો મળી આવ્યા છે. જો આ લોકો પ્રોપર્ટી ખરીદીની માહિતી નહીં આપી શકે તો તમામ પ્રોપર્ટી જપ્ત કરવામાં આવશે.

 

Download Our B K News Today App



Related News