મોડાસાના માલપુરના વાંકાનેડામાં ગરીબ પરિવારે દીકરાને 10 હજારમાં ગીરવે મૂક્યો, તંત્રે રેસ્ક્યૂ કર્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-09 10:47:08
  • Views : 233
  • Modified Date : 2021-03-09 10:47:08

    માલપુરના વાંકાનેડા ગામની સીમમાં રહેતા ગરીબ પરિવારે 12 વર્ષના દીકરાને માતાને વાલ્વની બીમારી હોઇ જેમની પાસે દવાના ખર્ચ પેટે 10 હજાર લઈ મોડાસાના ખંભીસરમાં ઘેટાં બકરાં ચરાવા માટે ગીરવે મૂક્યો હતો. મોડાસાના ખંભીસરમા ત્રણ દિવસ અગાઉ 10 હજારમાં ગીરવે મૂકેલા બાળકનું તંત્ર દ્વારા રેસ્કયુ કરાયું હતું. તંત્ર દ્વારા આ પરિવારની મુલાકાત લેતાં બાળકના ઘરે જઈ તેની ગરીબી જોતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ગરીબ પરિવાર પાસે ગીરવે મુકવા માટે બાળક સિવાય કશું જ ના હતુ.

    વાંકાનેડામાં ગરીબ પરિવારમાં મહિલાને વાલ્વની બીમારી હોઇ પરિવાર પાસે દવાના ખર્ચ પેટે પૈસા ન હોઇ ગરીબ પરિવારે 12 વર્ષના દીકરાને મોડાસાના ખંભીસરની સીમમાં રહેતા ઘેટાં-બકરા ચરાવવા 10 હજાર લઈને ગીરવે મૂક્યો હતો. જ્યાં જિલ્લા બાળ સુરક્ષા વિભાગના કર્મચારીઓ વાંકાનેડામાં પહોંચી તપાસ કરતાં કહેવા પૂરતા છાપરામાં મા-બાપ અને ત્રણ સંતાનો હતા. દેશી નળિયાનું કાચુ ઘર જોઈ અધિકારીઓ પણ ભાવુક બન્યા હતા. ઘરમાં કમાનાર કોઇ ન હતું, વધુ પૂછપરછ કરતાં બાળકની માતાને વાલ્વની બીમારી હોઇ દવા કરાવવા માટે પરિવાર પાસે રૂપિયા ના હોય કઠણ કાળજે પોતાના વહ્લાલ સોયા દીકરાને બકરા ચરાવવા માટે રૂ. 10,000 માં ગીરવે મૂક્યો હતો.

    આ અંગે જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે આ પરિવારના ઘરે તંત્ર દ્વારા તપાસ કરતાં બે ભાઈ અને એક બહેન હોઇ જેમાંથી તંત્રે રેસ્કયુ કરી બાળકને બચાવવામાં સફળ રહ્યા હતા. આ સંદર્ભે આજે મંગળવારે બાળ કલ્યાણ સમિતિની બેઠક બોલાવાઇ છે. જેમાં બંને પક્ષના લોકોને બોલાવીને બન્ને પાસેથી માહિતી લઇ જેને આધારે કાયદેસરની કાર્યવાહી કરાશે. બાળ સુરક્ષા ઇન્ચાર્જ અધિકારીએ જણાવ્યું કે બાળકનો પરિવાર ડુંગરાળ વિસ્તારમાં રહેતો હોઇ, ત્યાં ખાસ રહેતા નથી, મજૂરી અર્થે નીકળી જતા હોય છે. બાળ સુરક્ષા વિભાગની ટીમ દ્વારા બાળ મજૂરી કરતાં બાળકોને શોધી રહી છે, તપાસ અર્થે જાણવા મળશે તો તેની રેસ્ક્યુ કરી બાળ મજૂરી કરાવતા લોકોને પર કાયદેસરની કાર્યવાહી કરાશે. બાળ મજૂરી કરતા પુરાવાના આધારે બે વર્ષની સજા અને દંડની જોગવાઈ છે.

    ખંભીસરથી 11 વર્ષના બાળકને રેસ્ક્યુ કરી હાલ ચાઇલ્ડ હોમ હિંમતનગરમાં રહેવાની સગવડ અને શિક્ષણ તેમજ મળતા તમામ લાભો આપવામાં આવે તેવી તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરી છે.

Download Our B K News Today App



Related News