ગણદેવીમાં સતત વરસાદના પગલે ગરીબ પરિવારોના છાપરા છીનવાયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-29 15:34:50
  • Views : 99
  • Modified Date : 2023-06-29 15:34:50

નવસારી જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે કાચા મકાનમાં વસતા ગરીબ રિવારો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે નવસારી જિલ્લાના ગણદેવીમાં જલારામ મંદિરની સામે તલાવિયા આ વરસાદ આફતરૂપ બન્યો છે. તલાવિયા પરિવારનું કાચું મકાન ધરસાયી થતાં ઘરવખરીને નુકશાન પહોંચ્યું છે. જોકે, પરિવારના 7 સભ્યોનો આબાદ બચાવ થયો છે.સરકારની આવાસ યોજના અંતર્ગત નવા મકાન માટે અરજી આપી હતી, પરંતુ નવું મકાન ન બન્યું હોવાને કારણે મકાન ધરાશાયી થયું છે. સરકાર સર્વે કરી નવું મકાન આપે તેવી માંગ કરવામાં આવી રહી છે. નવસારી જીલ્લામાં પ્રથમ વરસાદમાં જ મકાન ધરાશાયી થયું છે. ત્યારે ગરીબ પરિવારનું મકાન ધરાશાયી થતાં પરીવાર મુશ્કેલીમાં મુકાયો છે.

Download Our B K News Today App



Related News