આજથી શનિ-રવિ પોળો ફોરેસ્ટ બંધ, કૃષિ બિલ-સ્કૂલ ફી માફી મામલે રાજ્યભરમાં કોંગ્રેસનું વિરોધપ્રદર્શન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-03 10:59:41
  • Views : 351
  • Modified Date : 2020-10-03 10:59:41

    1. આજથી બહારના પ્રવાસીઓ માટે શનિ-રવિ પોળો ફોરેસ્ટ બંધ

રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસોને ધ્યાનમાં લઈ સાબરકાંઠાના કલેક્ટરે વિજયનગર તાલુકાના પ્રવાસનસ્થળ પોળો ફોરેસ્ટ પર શનિ અને રવિવારે બહારના પ્રવાસીઓ માટે પ્રતિબંધ મૂકી દીધો છે, જેનો આજથી અમલ શરૂ થઈ ગયો છે. શનિ-રવિમાં 20 હજાર પ્રવાસી આવતા હોવાથી સંક્રમણ ફેલાવાની શક્યતા હોવાથી પ્રતિબંધ મૂક્યો છે, જેનો 18 ઓક્ટોબર સુધી અમલ કરાશે.

2. આજથી અમદાવાદ-ઓડિશા વચ્ચે સ્પેશિયલ ટ્રેન, સોમનાથ-જબલપુર ટ્રેન પણ શરૂ
ઓડિશાથી અમદાવાદ તરફ આવતી ટ્રેનોમાં પેસેન્જરોની ભીડ અને લાંબું વેઈટિંગ લિસ્ટ જોતાં અમદાવાદથી ખુર્દા રોડ માટે વધુ એક સ્પેશિયલ ટ્રેન શરૂ કરી છે. તમામ રિઝર્વ કોચ ધરાવતી આ વિશેષ ટ્રેન આજથી 24 ઓક્ટોબર સુધી દોડાવવામાં આવશે. એની સાથે આજથી સોમનાથ-જબલપુર ટ્રેન શરૂ થઈ રહી છે. આ ટ્રેનનું જૂનાગઢનું સ્ટોપ રદ કર્યું છે.

3. હાથરસ અને બલરામપુર દુષ્કર્મના વિરોધમાં અમદાવાદમાં ન્યાયયાત્રા અને સૌરાષ્ટ્રમાં વિરોધપ્રદર્શન
ઉત્તરપ્રદેશના હાથરસ અને બલરામપુરમાં બે દીકરી પર બળાત્કાર બાદ કરવામાં આવેલી હત્યાના દેશભરમાં પડઘા પડી રહ્યા છે અને ગુજરાતમાં વકીલ દેવજીભાઈની હત્યાનો મામલો ગરમાયો છે, ત્યારે આ તમામ મૃતકોના ન્યાય માટે આજે અમદાવાદમાં ન્યાયયાત્રા નીકળશે, જ્યારે સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરોમાં વિરોધપ્રદર્શન થશે.

4. સુરત મહાનગરપાલિકાના 54 વર્ષના ઈતિહાસમાં ​​​​​​​પહેલીવાર સામાન્ય સભા કચેરી બહાર યોજાશે​​​​​​​
સુરત મહાનગરપાલિકાની 1966માં સ્થાપના થઈ ત્યારથી અત્યારસુધીનાં 54 વર્ષ દરમિયાન પાલિકાની સામાન્ય સભા મુગલીસરાઈમાં જ થતી હતી, પરંતુ આજે ઈતિહાસમાં પહેલીવાર સામાન્ય સભા કચેરીની બહાર સંજીવકુમાર ઓડિટોરિયમમાં યોજાશે. જોકે આ સામાન્ય સભા અગાઉ કાઉન્સિલરના રેપિડ ટેસ્ટ પણ કરવામાં આવશે.​​​​​​​

5. રાજકોટના એન્ટ્રી પોઇન્ટ પર અને શહેરમાં કોરોનાને લઈ સઘન ચેકિંગ​​​​​​​
રાજકોટમાં કોરોના બેકાબૂ બન્યો હોવાથી આજથી રાજકોટ મહાનગરપાલિકા સઘન ચેકિંગ કરશે. રાજકોટના એન્ટ્રી પોઈન્ટ પર બહારથી આવતા લોકોનું ચેકિંગ કરી જરૂર લાગે તેવા લોકોને હોમ આઈસોલેશન અને હોસ્પિટલ ખસેડાશે તેમજ ઘરે ઘરે 1031 ટીમ ફરી ઓક્સિજન અને ટેમ્પરેચર ચેક કરશે.​​​​​​​

Download Our B K News Today App



Related News