પ્રદૂષણથી બચવા મેવોક્સે એર પ્યુરીફાયર હેલ્મેટ લોન્ચ કર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-07 17:26:57
  • Views : 352
  • Modified Date : 2019-11-07 17:26:57

દેશની રાજધાની દિલ્હી સહિતના અન્ય શહેરોના લોકો અત્યારે પ્રદૂષણની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. જેઓ પ્રદૂષણને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ તેમજ આંખમાં બળતરા જેવી સમસ્યા પેદા થઈ રહી છે. પ્રદૂષણને કાબૂમાં લેવા સરકાર અનેક નક્કર પગલા લઈ રહી છે. કારમાં મુસાફરી કરનારાઓની સરખામણીએ બાઇક અને સ્કૂટર પર જતા લોકો પ્રદૂષણનો વધુ ભોગ બનતા હોય છે.ત્યારે પ્રદૂષણથી બચવા માટે એકમાત્ર હેલ્મેટનો જ ઉપયોગ થતો  હોય છે. જોકે હેલ્મેટ પૂરતું અસરકારક નથી. આવી સ્થિતિમાં લોકોને પ્રદૂષણથી બચાવવા માટે મેવોક્સ હેલ્મેટ્સે એક નવું હેલ્મેટ લોન્ચ કર્યું છે. જે હેલ્મેટ પ્રદૂષણ સામે સુરક્ષા આપી શકે છે.જે હેલ્મેટને ક્યાંથી ખરીદી શકાશે?જેની કંપની મેવોક્સે હેલ્મેટની એક નવી સિરીઝ લોન્ચ કરી છે. જેમાં એક્ટિવેટેડ કાર્બન એર ફિલ્ટર આપવામાં આવ્યું છે. મેવોક્સનું કહેવું છે કે, આ નવું હેલ્મેટ દૂષિત હવાને 93% સુધી ફિલ્ટર કરી શકે છે. આ હેલ્મેટ્સને તમે કંપનીની ડિલરશિપ્સ અને ઓનલાઇન ફ્લિપકાર્ટ અથવા એમેઝોન પરથી ખરીદી શકો છો. કંપનીનું કહેવું છે કે આ હેલ્મેટ ખાસ કરીને એવા લોકોના સ્વાસ્થ્ય પ્રમાણે ડિઝાઇન કરવામાં આવ્યું છે . જે લોકો બહુ મોટાપ્રમાણમા  મુસાફરી કરતાં હોય છે. જે હેલ્મેટના ફીચર્સની જો વાત કરવામાં આવે તો તેમાં  એક્ટિવેટેડ કાર્બન એક્ટિવેટેડ ચારકોલ નામથી તે ઓળખાય છે.આ એક્ટિવેટેડ ચારકોલ હવામાં રહેલા નુકસાનકારક એરબોર્ન પાર્ટિકલ્સ  કેમિકલ અને ગેસને શોષી લે છે અને પછી તેમને પાછા વાતવરણમાં નથી આવવા દેતા. તેનાથી રાઇડરને શ્વાસ લેવા માટે સ્વચ્છ હવા મળી જાય છેઆમ આ હેલ્મેટના બે મોડલ ઉપલબ્ધ છે. જેમાં FX30 MAX (Mono)ની કિંમત 2,565 રૂપિયા અને FX30 MAX D1P (Graphical)ની કિંમત 2,999 રૂપિયા છે.

Download Our B K News Today App



Related News