રાજકોટમાં PM મોદીનું કોઇ માનતું નથી, ઠાલા વચનો આપતા ત્રણેય પક્ષ દરેક વખતે ભૂલે છે દો ગજ કી દૂરી, મતદારો ભગવાન ભરોસે!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-15 12:25:52
  • Views : 281
  • Modified Date : 2021-02-15 12:25:52

    રાજકોટ સહિત ગુજરાતમાં ચોક્કસપણે કોરોના નબળો પડ્યો છે. આવો જ એક સમય દિવાળી પહેલા પણ આવી ગયો હતો. કોરોના હળવો થયો અને લોકો દિવાળીનો તહેવાર માણવા નીકળી પડ્યા હતા. પરંતુ દિવાળી પછી હાલત ફરી બિહામણી બની ગઈ હતી. જો કે કોરોના વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તો આવી પરંતુ કોર્પોરેટરથી લઇ પ્રદેશના નેતાઓ ભાન ભૂલ્યા હોય તેવું લાગી રહ્યું છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે દવાઇ ભી કડાઇ ભી. પરંતુ કડાઇ ક્યાંય દેખાતી નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ હોય કોંગ્રેસ હોય કે પછી આપ પાર્ટી હોય. મતદારોને રીઝવવા સ્થાનિક સભાઓ થાય છે. જેમાં દો ગજ કી દૂરીનું કોઇ પાલન કરતું નથી. મતદારો ભગવાન ભરોસે હોય તેવી ચર્ચા પણ થઇ રહી છે.

    ત્રણેય પક્ષના ઉમેદવારોએ ફોર્મ ભરવા સમયે શક્તિ પ્રદર્શન કરી સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યાં હતા. એક પણ સ્થળે કોઇ નિયમ લાગુ પડતો નથી. પ્રચાર દરમિયાન ઉમેદવારો ટોળા સાથે માગણી વગર રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં ફરી રહ્યાં છે અને એકબીજાને મળી રહ્યાં છે. કોરોના સમયમાં આ જોખમ કેટલું યોગ્ય તેવો સવાલ લોકોમાં ઉઠ્યો છે. તમામ પક્ષના નેતાઓ નળ, ગટર અને રસ્તાના ઠાલા વચનો આપી રહ્યા છે. પરંતુ એક પણ નેતા ઉમેદવાર કોરોના સમયમાં પણ સોશિયલ મીડિયા કે ડીજીટલ પ્રચાર કરી પ્રજા સુધી પહોંચીએ અથવા તો ગંદકી દૂર રાખી પ્રચાર-પ્રસાર કરીએ એવું કોઇ પ્રજાહિતમાં બોલ્યું જ નથી. તમામ લોકોનો સ્વાર્થ પૂરો થઈ જશે એટલે કે ચૂંટણી પૂરી થશે અંતે ભોગવવાનો વારો પ્રજાને જ આવશે.​​​​​​

    ભાજપના ઉમેદવારો ફોર્મ ભરતા સમયે શહેરના બહુમાળી ભવન ખાતે મોટી સંખ્યામાં સમર્થકો એકત્ર કર્યા હતા. જેમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવામાં આવ્યો હતો. તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો માસ્ક વગર જ જોવા મળ્યાં હતા. ઢોલ-નગારાના તાલે ઉમેદવારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બીજી તરફ કોંગ્રેસ પણ ફોર્મ ભરતા સમયે ત્રિકોણ બાગ ખાતે જંગી સભા યોજી હતી. જેમાં પણ મોટી સંખ્યામાં સમર્થકો એકત્ર થયા હતા. કોંગ્રેસે પણ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી નિયમોનો ઉલાળ્યો કર્યો હતો. આપ પાર્ટી પણ નિયમોનો ઉલાળ્યો કરવામાં કોઇ કસર છોડી ન હતી. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયા રાજકોટ આવ્યા ત્યારે ભવ્ય રોડ શો યોજી મોટી સંખ્યામાં લોકોને એકત્ર કર્યા હતા.

    ​​​​​​​સૌરાષ્ટ્રમાં વિધાનસભા હોય, લોકસભા હોય કે પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય રાજકીય પક્ષો ઠેર ઠેર જમણવારોના આયોજન થાય છે. ભાજપના ભજીયા, કોંગ્રેસના ચાપડી-શાક અને આપના ગાંઠિયાની મિજબાની માણવા રોજ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. સોસાયટીઓમાં સાંજે લોકોના ઘરના રસોડા બંધ રહે છે. લોકો રાજકીય પક્ષોના જમણવારમાં પડાપડી કરે છે. પરંતુ જો કે, આમાં પણ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થઇ રહ્યો છે. આમાં કોરોના વકરશે તો જવાબદારી કોની તેવો સવાલ

Download Our B K News Today App



Related News