છાપીમાં મુસ્લમ સમાજના લોકોએ પોલીસવાનને ઘેરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-20 11:37:38
  • Views : 475
  • Modified Date : 2019-12-20 11:37:38

સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટના વિરોધમાં મુસ્લિમ સંગઠનોએ ગુરુવારે ગુજરાત બંધનું એલાન આપ્યું છે ત્યારે
પાલનપુરના છાપીમાં પોલીસ જવાનો મુÂસ્લમ સમુદાયના હજારો લોકોના ટોળાની ઝપટે ચઢતા માંડ-માંડ બચ્યા હતા. હજારો મુÂસ્લમ લોકો વચ્ચે ફસાયેલા પોલીસ જવાનોને એક તબક્કે જીવ બચાવવાનું ભારે પડી ગયુ હતુ કારણ કે, હજારો લોકોના ટોળાએ પોલીસ વાનને ઘેરી લીધી હતી અને જબરદસ્ત હચમચાવી હતી., આ ઘટના બાદ પોલીસે સમગ્ર વિસ્તારમાં અસરકારક બંદોબસ્ત તૈનાત કરી ટોળાને વિખેરી નાંખ્યા હતા અને સમગ્ર પંથક અને રૂટ પર પોલીસ પેટ્રોલીંગ અને ફલેગમાર્ચ વધારી દેવાયા હતા. આજે વહેલી સવારથી જ છાપીના મુખ્ય રસ્તા અને હાઈવે પર સિટીઝનશીપ બિલનો વિરોધ કરનારા હજારોની સંખ્યામાં રસ્તા પર ઉતર્યા હતા અને ચક્કાજામ કર્યો હતો. પરિસ્થિતિ વણસતી જોતાં પોલીસે કેટલાક પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી પરંતુ તેના લીધે સ્થિતિ વણસી હતી. વિરોધ કરનારાએ મુÂસ્લમ સમુદાયના હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા  હતા અને ટોળે વળ્યા હતા. તેઓએ જોતજોતામાં પોલીસની જીપને ઘેરી લીધી હતી અને તેને હચમચાવવાની શરૂ કરી દીધી હતી. પોલીસ જવાનો માંડ-માંડ જીવ બચાવીને ત્યાંથી નીકળ્યા હતા.છાપી અને પાલનપુર શહેરમાં ભારેલા અગ્નિની સ્થિતિ પ્રવર્તી રહી હતી.પાલનપુરના છાપીમાં આજે ગુજરાત બંધના એલાનમાં સીએએ અને એનઆરસી
વિરૂધ્ધ મુસલમાનોએ સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા દરમિયાન સભાનું આયોજન કર્યુ હતું. જેમાં વડગામ વિકાસ સમિતિ સહિતના સંગઠનોએ તેનું આયોજન કર્યુ હતું. જો કે, મજૂરીને ગઈકાલે રાત્રે રદ્દ કરી દેવામાં આવી હતી. છતાં મોટી સંખ્યામાં છાપી ખાતે મુસલમાનો એકઠા થઈ ગયા હતા અને પાલનપુર અમદાવાદ હાઈવે બ્લોક કરી દીધો હતો. જેને પગલે ૧૦ કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી હતી અને ટ્રાફિક જામ થયો હતો. ઊંઝામાં પાટીદારો દ્વારા લક્ષયંડી મહાયજ્ઞમાં ભાગ લેવા જતા શ્રધ્ધાળુઓ પણ આ ટ્રાફિક જામમાં ફસાયા હતા. જા કે, બે કલાક બાદ પોલીસે ટ્રાફિકને રાબેતા મુજબ કર્યો હતો. દરમિયાન પોલીસે વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સાથી અમરનાથ, અબ્દુલહક પટેલ અને યાસીનભાઈની પોલીસે અટકાયત કરી હતી. સભાની મંજૂરી રદ્દ કરાતા અને આયોજકોની અટકાયતને પગલે મામલો ગરમાયો હતો. જેને પગલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઊભી થઈ હતી. ટોળાએ છાપી પોલીસની પોલીસ વાનને ચારેકોરથી ઘેરી લીધી હતી અને હચમચાવી દીધી હતી., તે ઘટનાના સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા.  

Download Our B K News Today App



Related News