કોરોના વાઇરસ થી પોલીસ-આરોગ્ય કર્મીઓ પણ શિકાર બનવા લાગ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-16 17:56:26
  • Views : 503
  • Modified Date : 2020-04-16 17:56:26


કોરોના વાઇરસના કેસો શહેરમાં વધી રહ્યા છે. પોઝિટિવ કેસના દર્દી અને તેના આસપાસ તેમજ સોસાયટી/ ફ્લેટમાં રહેતા લોકોને ચેપ લાગતો હતો પરંતુ હવે વાઈરસ સ્પ્રેડ થઈને ફ્રન્ટ લાઈન પર ફરજ બજાવતાં વોરિયર્સમાં પણ પહોંચી ગયો છે. કોરોના વાઇરસના લક્ષણો ન જણાતા હોવા છતાં પણ કોરોના કેસ પોઝિટિવ આવી રહ્યાં છે. જેથી ફ્રન્ટ લાઈન વોરિયર્સમાં પણ ભય ફેલાયો છે. આજે સવારે અમદાવાદમાં 42 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે જેમાં ડોકટર, નર્સ, પેરામેડીકલ સ્ટાફ, પોલીસ કર્મચારી, આરોગ્ય તંત્રના કર્મચારીઓ અને કોર્પોરેશનના અધિકારીનો સમાવેશ થાય છે. 

ડોક્ટર્સ અને વહીવટીતંત્રના કર્મચારીઓ પણ હવે કોરોનાનો ભોગ બની રહ્યા છે
અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધી રહ્યાં છે. કોર્પોરેશન તંત્ર શહેરમાંથી પોઝિટિવ કેસો શોધી રહ્યું છે ત્યારે કોરોના સામે દિવસ-રાત ફરજ બજાવતા ડોક્ટર્સ અને વહીવટીતંત્રના કર્મચારીઓ પણ હવે કોરોનાનો ભોગ બની રહ્યા છે. મણિનગર એલજી હોસ્પિટલના બે ડોક્ટર તેમજ એક આસિસ્ટન્ટ પ્રોફેસર સહિત 5 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમજ મહાનગરપાલિકાના બે કર્મચારીઓનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. કોર્પોરેશનના એપેડેમીક વિભાગના એક ઓપરેટરને કોરોના વાઇરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ડેપ્યુટી હેલ્થ ઓફિસર અને એપેડેમીક વિભાગમાં ફરજ બજાવતાં કર્મચારીઓને નવરંગપુરા સ્પોર્ટ્સ કલબમાં ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. એપેડેમીક વિભાગની ટીમ હવે ક્વોરન્ટીન દરમ્યાન ત્યાંથી જ કામ કરશે.

ઉત્તર પશ્ચિમ ઝોનના 4 વોર્ડનો હેલ્થ સ્ટાફ પણ મિટિંગમાં હાજર હતો
મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોન આસિસ્ટન્ટ કમિશનરે દેવેન ભટ્ટને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. તેઓ બોપલમાં રહે છે અને બોડકદેવ ઝોન ઓફિસમાં ઓફિસર ફરજ બજાવે છે. આસિ.કમિશનરને કોરોના પોઝિટિવ આવતા તેમની સાથેના કર્મચારીઓમાં પણ ગભરાહટ ફેલાઇ છે. અસરગ્રસ્ત અધિકારી ગઈકાલે ઝોનની મિટિંગમાં હાજર હતા. ડે.કમિશનર સહિતના અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત હતા. ઉત્તર પશ્ચિમ ઝોનના 4 વોર્ડનો હેલ્થ સ્ટાફ પણ મિટિંગમાં હાજર હતો. તમામના સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવશે.

ટ્રાફિક કોન્સ્ટેબલ હર્ષદભાઈને પણ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો
ઉપરાંત કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો જેના ચેપથી તેના પાડોશમાં રહેતા ટ્રાફિક કોન્સ્ટેબલ હર્ષદભાઈને પણ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આજે ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ગોહિલ અજીતસિંહ નામના પોલીસ કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પોલીસ કર્મચારી સી ટીમમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે અને દાણીલીમડા પોલીસ લાઈનમાં રહે છે. તેમની સાથે ફરજ બજાવતા 7 કર્મચારીઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

Download Our B K News Today App



Related News