ડીસામાં વેપારીનું અપહરણ કરનાર તત્વોને ઝડપી લેવા જિલ્લા પોલીસ વડાને આવેદન આપ્યુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-09 12:35:29
  • Views : 558
  • Modified Date : 2019-10-09 12:35:29

ડીસામાં ગત સપ્તાહમાં ધોળે દહાડે અસામાજિક તત્વો દ્વારા અગ્રવાલ સમાજના યુવકનું
અપહરણ કરવામાં આવ્યું હતું. જોકે પોલીસ દ્વારા અપહરણ કરતા બે શખ્સોને ઝડપી લીધા હતા. પરંતુ તેમની સાથેના સાગરીતોને તત્કાલ ઝડપી તેઓને સજા કરવામાં આવે તે અર્થે અગ્રવાલ સમાજ દ્વારા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી હતી. વેપારી મથક ડીસામાં ગત સપ્તાહમાં રત્નદીપ સોસાયટી ખાતે રહેતા વેપારી અંકુરભાઈ પ્રકાશભાઈ અગ્રવાલ સમાજનો કાર્યક્રમ
પતાવી ઘર તરફ જઈ રહ્યા હતા. આ દરમ્યાન તેમની ગાડી સાથે બાઈક ટકરાવાનું કાવતરું રચી દવાખાના લઈ જવાના બહાને તેમની જ ગાડીમાં અપહરણ કરી
રૂ. ૬૦ લાખની માંગ કરી હતી. જોકે પોલીસે તત્કાલ તેઓને અપરહરણકર્તાઓના ચુંગાલમાંથી છોડાવી
અપહરણ કરતા રવિ કાનજીભાઈ પરમાર રહે.
પાલનપુર સરકારી  વસાહત તથા ભરતકુમાર રમેશભાઈ દરજી રહે. પાલનપુર જીઆઈડીસી રોડને ઝડપી લીધા હતા. પરંતુ અંધારાનો લાભ લઇ અન્ય સાગરીતો નાસી છૂટયા હતા. ત્યારે મંગળવારે અગ્રવાલ સમાજના આગેવાનો તથા સભ્યોએ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી ભાગી છૂટેલા અપરણકર્તા શખ્સોને ઝડપી કડકમાં કડક સજા કરવા માંગ કરી હતી. જોકે અસામાજિક તત્વો પર અંકુશ લાદવા અગ્રવાલ સમાજ, રોટરી ક્લબ, સહયોગ સેવા ટ્રસ્ટ સ્ત્રી સમાજ, કરીયાણા મર્ચન્ટ એસો.ઉપસ્થિત રહી ન્યાયની માંગ કરી હતી.


Download Our B K News Today App



Related News