પાટણમાં દેહ વેપારની બદી ચલાવતા ગેસ્ટ હાઉસો પર પોલીસ ત્રાટકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-06 12:04:50
  • Views : 4702
  • Modified Date : 2019-12-06 12:04:50

પાટણ શહેર અનેક રીતે પ્રખ્યાત છે અને સમગ્ર વિશ્વમાં પાટણની પ્રભુતાના વખાણ થાય છે. ત્યારે બીજી તરફ પાટણમાં ગેસ્ટ હાઉસો અને ક્યાંક ક્યાંક લોકો દેહ વેપારમાં પાટણને બદનામ કરતા રહ્યા છે. જેથી
પાટણ પોલીસવડાના આદેશથી પાટણની પોલીસે ગેસ્ટ હાઉસો અને પ્રાઇવેટ મકાનોમાં દરોડા પાડી ૨૦ જેટલા લોકોને પકડી લીધા હતા. તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા અન્ય ગેસ્ટ હાઇસના માલિકોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.
પાટણમાં જ્યારથી
પોલીસવડા તરીકે અક્ષયરાજ મકવાણાએ ચાર્જ સંભાળ્યો છે ત્યારથી પાટણ જિલ્લામાં દારૂ, જુગાર તેમજ દેહ વેપાર કરતા ઇસમો ઉપર કાર્યવાહી કરવા માટે સમગ્ર જિલ્લાના તમામ
પોલીસ અધિકારીઓને સુચન કરવામાં આવતા પાટણ પોલીસ દ્વારા પ્રો.નાયબ પોલીસ અધિક્ષક પાયલ સોમેશ્વરા સાથે બી.ડીવીઝન પી.આઇ. સી.વી.ગોસાઇ, એલ.સી.બી. પી.આઇ. કે.એમ.પ્રિયદર્શી તથા એ ડીવીઝનના
પી.એસ.આઇ.
પી.એસ.ચૌધરી, તેમની સાથે મહિલા પોલીસ તેમજ અન્ય
પોલીસની ટીમો સાથે પાટણ શહેરમાં આવેલ નસીબ ગેસ્ટ હાઉસ, વ્રજ પેલેસ ગેસ્ટહાઉસ તેમજ હાંસાપુર નજીક આવેલ ગુરુકુળ શાળાની નજીકમાં એક રહેણાંક મકાનમાં આમ ત્રણ જગ્યાએ રેઇડ કરતાં દેહ વેપાર કરતી ૯ મહિલાઓ તથા ૧૧
પુરૂષો (ગ્રાહકો)ને પકડી લેવામાં આવ્યા હતા, જ્યારે બે લોકો નાસી છુટ્યા હતા. જેથી પોલીસ દ્વારા આ તમામની વિરૂધ્ધમાં ઇમોનલ ટ્રાફિક પ્રિવેશન એકટ ૧૯૫૬ની કલમ-૩,૪,૫ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે. જ્યારે આ રેઇડ દરમ્યાન પોલીસે વધુ તપાસ કરતાં વ્રજ પેલેસ ગેસ્ટ હાઉસમાં એક દેશ બનાવટની રીવોલ્વર તેમજ કોન્ડમના પેકેટો અને મોબાઇલો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે ૪૯૦૦૦ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

Download Our B K News Today App



Related News