ગઢ પોલીસમથક ખાતે બીજા તબ્બકાના કોરોના રસીકરણમાં પોલીસકર્મી અને હોમગાર્ડના જવાનોને રસી અપાઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-03 12:27:03
  • Views : 303
  • Modified Date : 2021-02-03 12:27:03

    સમગ્ર જીલ્લામાં કોરોના વેકસીનના રસીકરણનો બીજા તબ્બકાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સને કોરોના વેકસીન આપવાની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં પોલીસકર્મીઓ અને મહેસુલીકર્મીઓને રસી આપવાની શરુઆત રવિવારથી કરવામાં આવી છે જેના ભાગરુપે પાલનપુર તાલુકાના ગઢ પોલીસમથકમાં આવેલ પોલીસલાઈનમાં કોરના વેકસીન આપવાની કામગીરી હાથધરવામાં આવી હતી સૌપ્રથમ ગઢ પોલીસમથકના પીએસઆઈ સંજય ચૌધરી ના હસ્તે રીબીન કાપી રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસકર્મીઓને કોરોના રસી આપવાની શરુઆત કરવામાં આવી હતી  મડાણા પીએચસી ના સ્ટાફ દ્રારા ગઢ પોલીસમથકમાં ફરજ બજાવતા પીએસઆઈ સહિત તમામ પોલીસ કર્મીઓ તેમજ હોમગાર્ડ તેમજ જીઆરડી ના જવાનો ને કોરોના ની વેકસીન આપવામાં આવી હતી ત્યારે તમામ કર્મચારીઓ દ્રારા કોરોના રસીકરણ કાર્યક્રમમાં ઉત્સાહભેર કોરોનાની રસી લીધી હતી .




Download Our B K News Today App



Related News