સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં LRD ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-05 11:19:20
  • Views : 344
  • Modified Date : 2021-01-05 11:19:20

પાટનગરમાં એક વર્ષ
પહેલા પોલીસ ભરતીમાં મહિલા અનામત મુદ્દે એક મહિના કરતા વધુ સમય
આંદોનલ ચાલ્યુ હતુ. તેની સાથે જ પુરુષ ઉમેદવારનો પણ ન્યાય માટે મેદાનમા આવ્યા હતા.
પરંતુ તેમને ન્યાય મળ્યો ન હતો. ત્યારથી આજદીન સુધી
આંદોલન કરાઇ રહ્યુ છે. શહેરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં એકાએક ૨૦૦ જેટલા  ઉમેદવારો ઉમટી પડતા પોલીસ ઉંઘતી ઝડપાઇ હતી. જ્યારે દેખાવો દરમિયાન પોલીસ અને ઉમેદવારો વચ્ચે જાેરદાર ઘર્ષણ થયુ હતુ. પોલીસે ઉમેદવારો સામે ગુનોં નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
રાજ્યમાં ભાજપની સરકાર દ્વારા અનામત આપવામાં વિખવાદ ઉભો કરવામાં આવી રહ્યો છે. ગણતરી વગરના નિયમો બનાવી અંદરો અંદર લડાવવાની કામગીરી પાછલા બારણે ઉભી કરાઇ રહી છે. એક વર્ષ પહેલા મહિલા ઉમેદવારને અનામત આપવામાં અન્યાય કરાતા આંદોલન ઉભુ થયુ હતુ. જેમાં અંતે સરકારને પાછી પાની કરવી પડી હતી. પરંતુ મહિલાઓને ન્યાય મળ્યા બાદ
પુરુષ ઉમેદવારોને અન્યાય થતા તેમને પણ પોલીસ ભરતીમાં જગ્યાઓ વધારવા માંગ કરવામાં આવી હતી.
અન્યાયને અંતે પુરુષ ઉમેદવારો દ્વારા છાશવારે દેખાવો કરવામા આવે છે. પરંતુ પોલીસ દેખાવોને દબાવી દેતી હતી. આજે સોમવારે મોટી સંખ્યામાં
પુરુષ ઉમેદવારો સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં દેખાવો કરવા ઉમટી પડ્યા હતા. જેમાં પોલીસ પણ ઉંઘતી ઝડપાઇ હતી. એકા એક ઉમટી પડેલા ઉમેદવારોને લઇને પોલીસ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં દોડી આવી હતી. ત્યારબાદ
પોલીસ અને ઉમેદવારો વચ્ચે ખેંચતાણ જાેવા મળી હતી. જેમા કેટલાક ઉમેદવારોના ખેંચાખેંચીમાં પેન્ટપણ નિકળી ગયા હતા.
પુરુષ ઉમેદવારો સાગર
પાટીલએ કહ્યુ હતુ કે, મહિલાઓને સરકાર દ્વારા ૩૩ ટકા અનામત આપવામાં આવે છે. જ્યારે
પુરુષોને ૬૭ ટકા અનામત અપાય છે. ત્યારે મહિલા અનામત બાદ સરકારે પોલીસ ભરતીમાં બેઠકો વધારી હતી. જેના કારણે ૩૩ અને ૬૭ ટકાનો રેસીયો જળવાતો નથી. જેના કારણે અમારી માંગ છેકે મહિલાઓની જેમ પુરુષ ઉમેદવારોની બેઠકોમાં વધારો કરવામાં આવવો જાેઇએ. સરકારમાં ૧૧ મહિનાથી રજૂઆત કરી રહ્યા છીએ. પરંતુ અમારુ કોઇ સાંભળતા નથી.
પરિણામે આજે દેખાવો કરવા
પડ્યા હતા.

Download Our B K News Today App



Related News