સત્યાગ્રહ છાવણીમાં શિક્ષકો ધારણા કરે તે પહેલા જ પોલીસે ઉઠાવી લીધા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-09 11:26:41
  • Views : 311
  • Modified Date : 2020-12-09 11:26:41

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આજે મંગળવારથી ૪૨૦૦ પે ગ્રેડ અને એચ ટાટ શિક્ષકોને થઈ રહેલા અન્યાયને દૂર કરવા માટે આંદોલનનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું હતું. કિસાનો દ્વારા ભારત બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા સત્યાગ્રહ છાવણીમાં ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. ત્યારે શિક્ષકો છાવણીમાં આંદોલનનો કાર્યક્રમ આપે તે પહેલાં જ પોલીસે અટકાયત કરી લીધી હતી.
રાજ્ય સરકારમાં નોકરી કરતા અનેક કર્મચારીઓ સરકાર સામે બાયો ચઢાવતા હોય છે રજૂઆતો કરવા તે સરકારનાં પેટનું પાણી હાલતું નથી ત્યારે આંદોલન એક જ ઉપાય હોય છે. રાષ્ટ્રીય શિક્ષક સંઘ દ્વારા  સરકારમાં ફરજ બજાવતા શિક્ષકો ૪૨૦૦
રૂપિયા ગ્રેડ પે બાબતે છેલ્લા કેટલાક સમયથી આંદોલન ચલાવી રહ્યા છે. સરકારમાં રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં તેમની સમસ્યાનું સમાધાન આવતું નથી. જ્યારે ગ્રેડ પેની સાથે એચટાટ પાસ થયેલા શિક્ષકો પણ હવે પોતાની માંગણીને લઇને આંદોલનના મૂડમાં જાેવા મળી રહ્યા છે. આવા શિક્ષકોને શૈક્ષણિક ગણવા કે બિન શૈક્ષણિક ગણવા આ બાબતે સરકાર દ્વારા કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. જેને લઇને હવે આંદોલન એ જ રસ્તો પસંદ કરવામાં આવ્યો છે.
ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં આજે ૫૦ જેટલા શિક્ષકો ધરણા કરવા માટે
બપોરના ૧ઃ૦૦ આવ્યા હતા. પરંતુ શિક્ષકો આંદોલન શરૂ કરે તે પહેલા જ પોલીસે તમામને અટકાયત કરી લીધી હતી. અટકાયત કરી લીધેલા
શિક્ષકોએ જણાવ્યું હતું કે, અમે અમારો હક મેળવીને જ રહીશું. સરકારમાં રજૂઆતો કરવા છતાં તમારી સમસ્યાનું સમાધાન લાવવામાં આવતું નથી. ત્યારે અમે અંતિમ શ્વાસ સુધી અમારી માંગણી ઉપર કાયમ રહીશું અને લડતા રહીશું.

Download Our B K News Today App



Related News