બનાસકાંઠામાં દેશી દારૂના અડ્ડાઓ ઉપર પોલીસ ત્રાટકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-15 11:35:45
  • Views : 376
  • Modified Date : 2019-10-15 11:35:45

રાજસ્થાનના મુખ્ય મંત્રીએ ગુજરાતમાં દારૂના વેચાણ અંગે કરેલી ટીપ્પણી બાદ રાજ્ય સરકારે બુટલેગરો સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે. જ્યાં બનાસકાંઠામાં સોમવારે
પોલીસે દ્રાઇવ યોજી દેશી દારૂના અડ્ડાઓ ઉપર ત્રાટકી હતી. દિવસભર જુદીજુદી ટીમો દ્વારા કુલ ૧૪૬ કેસ કરવામાં આવ્યા હતા.
બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસના જવાનો સતત ખડેપગે રહી
પોતાની ફરજ બજાવી રહ્યા છે. જોકે, જિલ્લામાં કેટલાક બુટલેગરો પોલીસની આંખોમાં ધૂળ નાંખી ખાસ કરીને ગ્રામિણ વિસ્તારોમાં દેશી દારૂનો વેપલો કરતા હોવાની ફરિયાદો ઉઠતી હોય છે. આવી સ્થિતિ વચ્ચે રાજસ્થાનના મુખ્ય મંત્રીએ ગુજરાતમાં દારૂના વેચાણ અંગે કરેલી ટીપ્પણી બાદ રાજ્ય સરકારે બુટલેગરો સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે. જ્યાં બનાસકાંઠામાં સોમવારે જિલ્લા પોલીસવડા તરૂણ દુગગલ, એલસીબી પીઆઇ
પી. એલ. વાઘેલા સહિત જિલ્લાના તાલુકા પી. એસ. આઇઓ સહિતની જુદીજુદી ૫૩ ટીમો બનાવી પોલીસે દ્રાઇવ યોજી દેશી દારૂના અડ્ડાઓ
ઉપર રેડ કરી હતી. દિવસભર પાલનપુર, વડગામ, દાંતા, ધાનેરા, અમીરગઢ, દાંતીવાડા, ડીસા, થરાદ, વાવ, લાખણી, સુઈગામ, ભાભર, દિયોદર, કાંકરેજ સહિતના વિસ્તારોમાં જુદીજુદી ટીમો દ્વારા દેશી દારૂના ૧૪૪ અને વિદેશી દારૂના ૨ મળી કુલ૧૪૬ કેસ કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીના
પગલે બુટલેગરોમાં ફફડાટ પ્રસરી ગયો હતો.

Download Our B K News Today App



Related News