દિયોદરના વડિયા ગામે પોલીસ ત્રાટકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-01 10:55:41
  • Views : 494
  • Modified Date : 2021-01-01 10:55:41

બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસની ગંભીર મહામારી ચાલી રહી છે. જેમાં વધારે લોકોને એકઠા ન થવા પ્રતિબંધ છે છતાં મંજૂરી વિના અનેક કાર્યક્રમો યોજાતા હોઈ જાહેરનામાં ભગનો ગુન્હો નોંધવામાં આવી રહ્યા છે. જેમાં વડિયા ગામે શિવશક્તિ ગૌ શાળા પાસે સેડના ઓપનિંગમાં ૫૦૦ લોકો એકઠા થતા છ આયોજક લોકો સામે ફરિયાદ નોંધાઇ છે.
જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકાના વડિયા ગામે શિવ શક્તિ ગૌ શાળા પાસે નવીન બનાવેલ સેડનું ઉદ્‌ઘાટન હોવાથી ૫૦૦ થી વધુ લોકો એકઠા થયા હતા. જેમાં મંજૂરી વિના નવીન બનાવેલ સેડ આગળ
મંડપ બાંધી સાઉન્ડ સિસ્ટમ ચાલુ કરી ૫૦૦ જેટલા લોકો એકઠા કરી કાર્યક્રમ યોજાતો હોવાથી પોલીસે તપાસ કરી હતી. જેમાં અનેક લોકો માસ્ક વગર જાેવા મળતા અને સોશિયલ ડિસ્ટન્સ ના જાળવતા અને મંજૂરી વિના કાર્યક્રમ યોજાતો હોવાનું દેખાતા દિયોદર પોલીસે આયોજક, મંડપના માલિક, સાઉન્ડ સિસ્ટમના માલીક સામે જાહેરનામા ભંગનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News