ડીસા માર્કેટયાર્ડ નજીકથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-08 11:47:54
  • Views : 324
  • Modified Date : 2022-03-08 11:47:54

 ડીસા માર્કેટયાર્ડ નજીકથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગ દરમિયાન એલસીબી પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ તેમજ કાર સહિત 3,61,745 ના મુદ્દામાલ સાથે  બે ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે.

એલ સી બી પોલીસ પાલનપુર ના એ.એસ.આઈ.યશવંતસિંહ, તથા હેડ. કોન્સ.  દિલીપસિંહ તથા પો.કોન્સ  નિશાંત, જોરાવરસિંહ,ગજેન્દ્રદાન, લક્ષ્મણસિંહ નાઓ ડીસા શહેર દક્ષિણ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન            અ.હેડ.કોન્સ.દિલીપસિંહ  ને બાતમી  હકીકત મળેલ કે બટાકા સર્કલ તરફથી એક સ્વિફ્ટ ગાડી  જી. જે. ૧૨.  BR  ૨૨૩૪ માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી પાટણ તરફ જનાર છે જે બાતમી હકીકત આધારે બટાકા સર્કલ પાસે વોચમાં હતા તે દરમિયાન હકીકત વાળી ગાડી આવતા પીછો કરી એસ.વી. પ્લાઝા ની સામે  સ્વિફ્ટ  ગાડી પકડી પાડી ગાડીમાં જોતાં  ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ-૭૧૫ કી.રૂ.૧,૫૧,૨૪૫- તથા મોબાઈલ નંગ-૩ કી.રૂ.૧૦,૫૦૦- સ્વિફ્ટ ગાડી કી.રૂ.૨,૦૦,૦૦૦-એમ કુલ મુદ્દામાલ કી.રૂ.૩,૬૧,૭૪૫- ના મુદ્દામાલ સાથે મળી આવતાં ગાડી ચાલક (૧), અર્જુનરામ મેવારામ રબારી રહે- ગોલાસણ તાલુકો સાંચોર જિલ્લો ઝાલોર રાજસ્થાન તથા(૨) માલારામ સુઝાનરામજી  રબારી. રહે પહાડપુર તાલુકો સાંચોર જિલ્લા જાલોર  તથા દારુ ભરાવનાર રફીક સાચોર રહે- હડેતર તથા મોહનભાઈ રબારી રહે સાચોર વાળાઓ વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Download Our B K News Today App



Related News