બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પોલીસ કોન્સ્ટેબલ ના સરકારી ક્વાર્ટર માથી દારૂ જડપાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-05 12:42:07
  • Views : 2465
  • Modified Date : 2021-05-05 12:42:07

        બનાસકાંઠાના સરહદી વિસ્તાર માં એવા માવસરી પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી ના સરકારી ક્વાર્ટરમાંથી જ દારૂનો જથ્થો ઝડપાયો છે. માવસરી પોલીસ મથકમાં અરવિંદભાઇ તેજાભાઈ નામનો વ્યક્તિ અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે જેમના ઘરે દારૂ નો જથ્થો હોવાની ખાનગી રહે માહિતી મળતા જ પોલીસે તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન પોલીસ લાઈન માં આવેલ અરવિંદભાઈ સરકારી ક્વાર્ટર ના સંડાશ માં સફેદ પ્લાસ્ટિકની થેલીમાં છુપાવેલો ચાર સીલબંધ દારૂની બોટલ મળી આવી હતી.

     જેથી પોલીસે ચાર બોટલ દારૂનો જથ્થો જપ્ત કરી પોલીસ કોન્સ્ટેબલ સામે ધ ગુજરાત પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે , ઉલ્લેખનીય છે કે અરવિંદભાઈ નામનો આ પોલીસ કર્મચારીએ દારૂની બોટલો ક્યાંથી લાવી હતી અને કેટલા સમયથી લાવે છે, તે પીવા માટે લાવ્યા હતા કે વેચવા માટે તે અંગે પણ તટસ્થ તપાસ થાય તો હજુ પણ વધુ વધુ માહિતી બહાર આવી શકે તેમ છે.    

Download Our B K News Today App



Related News