પોલીસે કહ્યું, માત્ર ગ્રીન ફટાકડા ફોડી શકાશે, પણ એ અંગે કોઈ સ્પષ્ટતા ન થતાં ગૂંચવાડો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-11 12:14:17
  • Views : 292
  • Modified Date : 2020-11-11 12:14:17

            દિવાળી આડે માંડ 4 દિવસ બાકી છે અને શહેરમાં ઠેર ઠેર દુકાનો, સ્ટોલ, તંબુ, લારીઓ અને ફૂટપાથ પર ફટાકડાનું વેચાણ શરૂ થઈ ગયું છે. ત્યારે પોલીસે ચાલુ વર્ષે વધારે પ્રદૂષણ ફેલાવતા (રેગ્યુલર બનતા-વેચાતા અને ફોડાતા) ફટાકડા પર પ્રતિબંધ લાદ્યો છે, જેથી ચાલુ વર્ષે ગ્રીન ફટાકડા (ઓછું પ્રદૂષણ ફેલાવતા ફટાકડા)જ ફોડી શકાશે. જોકે ગ્રીન ફટાકડા કોને કહેવાય એની કોઈ સ્પષ્ટતા ન કરાતાં ગૂંચવાડો સર્જાયો છે. ઓછું પ્રદૂષણ ફેલાવતા ફટાકડાનું વેચાણ અને ખરીદી પોલીસ કેવી રીતે બંધ કરાવશે એ અંગે પણ પોલીસ કમિશનરે કોઇ સ્પષ્ટતા કરી નથી.અમદાવાદમાં ફટાકડાનો ધંધો કરતા 192 વેપારી કાયમી લાઈસન્સ ધરાવે છે, જ્યારે દિવાળીના તહેવાર દરમિયાન બીજા 50થી 70 વેપારી સ્ટોલ-દુકાનમાં ફટાકડાનું વેચાણ કરે છે, જેના માટે તેઓ પોલીસ કમિશનરની મંજૂરી લે છે. આ સિવાય તંબુ-સ્ટોલ-ફૂટપાથ-લારી સહિત 10 હજાર કરતાં પણ વધારે જગ્યાએ ફટાકડાનું ગેરકાયદેે વેચાણ થાય છે.ચાલુ વર્ષે કોરોનાને કારણે શહેર પોલીસે રાતે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવા માટે મંજૂરી આપી છે. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે ગ્રીન ફાયર ક્રેકર્સ (ઓછું પ્રદૂષણ ફેલાવતા ફટાકડા) સિવાયના તમામ ફટાકડાનાં ખરીદ-વેચાણ અને ફોડવા પર પ્રતિબંધ લાદ્યો છે, જેથી હવે વેપારીઓ પ્રદૂષણ ફેલાવતા ફટાકડા વેચી શકશે નહીં.

Download Our B K News Today App



Related News