ડીસા સિવિલ હોસ્પિટલની બહાર લાશમળી આવતા ચકચાર : પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-28 11:48:09
  • Views : 390
  • Modified Date : 2022-03-28 11:48:09

ડીસા સિવિલ હોસ્પિટલની બહાર લાશમળી આવતા ચકચાર : પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી

 

ડીસા સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડ ની બહાર થી એક યુવકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક ડીસા ઉત્તર પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.અને  મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે..

 

 

સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ગતરોજ ભીલડી રોડ પર આવેલ tataશોરૂમ આગળ ધાખા ગામના બળવતજી ચંદનજી ઠાકોર ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા વાહનચાલકે બળવત જી ચંદુજી ઠાકોર ને અડફેટે લેતા  અકસ્માત સર્જાયો હતો અજાણ્યા વાહન ચાલક અકસ્માત સર્જી ત્યાંથી ફરાર થઈ ગયો હતો પરંતુ અકસ્માતમાં બળવતજી ચંદનજી ઠાકોર ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ઘટનાના પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક ૧૦૮ મારફતે ડીસા સિવિલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો સિવિલના તબીબ ના જણાવ્યા અનુસાર અકસ્માતમાં ઘાયલ બળવત જી ચંદુજી ઠાકોર ને વધુ સારવાર માટે પાલનપુર માટે જવા કરેલ ડીસા સિવલ ખાતે થી રજા આપી પરંતુ બળવત જી ચંદુજી ઠાકોર પાલનપુર સારવાર  માટે ગયેલ નહીં અને ડીસા સિવિલ કમ્પાઉન્ડની બહાર એક દુકાન ની આગળ આજે વહેલી સવારમાં બળવત ચંદુજી ઠાકોર મૃત્યુ પામતા ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક સ્થાનિક લોકો દ્વારા ડીસા સિવિલ ના સ્ટાફ ને જાણ કરાઇ હતી જે બાદ ડીસા સિવિલ નો  સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી. તપાસ કરતા બળવત જી ચંદુજી ઠાકોર નામના યુવકનું મોત થયું હતું જે બાદ તાત્કાલિક ડીસા ઉત્તર પોલીસને જાણ કરાતા ઉત્તર પોલીસ ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતક બળવત જી ચંદુજી ઠાકોર ની લાશ ને ડીસા સિવિલ પીએમ અર્થે ખસેડવામાં આવી હતી મુતક બળવતજી ચંદનજી ઠાકોર ધાખા ગામ ખાતે રહેતો હોવાનું સામે આવ્યું હતું અને પોલીસે તેના પરિવાર ની શોધખોળ  કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

Download Our B K News Today App



Related News